Ahmedabad

EXPLAINER: ગુજરાતમાં માત્ર રૂ.5,400માં લગાવો સોલાર રૂફટોપ, સમજો 90 ટકા સબસિડીનું સંપૂર્ણ ગણિત

By GS Team
22 Oct 20262 mins read
TukuTouch Logo
ગુજરાત સરકારે સોલાર રૂફટોપ સબસિડી 90% સુધી વધારી છે. હવે PM સૂર્ય ઘર યોજના હેઠળ સામાન્ય નાગરિકો 1kW સિસ્ટમ માત્ર 5,400 રૂપિયામાં લગાવી શકશે. SC/ST વર્ગને 5% જ ખર્ચ થશે. રાજ્ય સરકારે 1,000 કરોડના વધારાના ખર્ચે 3 લાખથી વધુ પરિવારોને લાભ આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી વીજળી બિલમાં રાહત મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

EXPLAINER: ગુજરાતમાં માત્ર રૂ.5,400માં લગાવો સોલાર રૂફટોપ, સમજો 90 ટકા સબસિડીનું સંપૂર્ણ ગણિત

Gujarat Govt Hikes Solar Rooftop Subsidy to 90%: Install 1kW System for Just Rs 5400 | ગુજરાતમાં વીજ સંકટ સામે લડવા અને સામાન્ય પરિવારોને મોંઘા વીજ બિલમાંથી કાયમી મુક્તિ અપાવવા માટે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની 'પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના' હેઠળ સોલાર રૂફટોપ લગાવતા પરિવારો માટે રાજ્ય સરકારે પોતાની વધારાની સ્ટેટ સબસિડી આપવાની જાહેરાત કરી છે.

સોલાર રૂફટોપમાં 90 ટકા જેટલી સબસિડી મળશે

આ નવી જોગવાઈ બાદ હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેની સહાય મળીને કુલ 90 ટકા જેટલી માતબર સબસિડી મળશે. એટલે કે સામાન્ય ગ્રાહકે નિયત ખર્ચના માત્ર 10 ટકા અને SC/ST કેટેગરીના ગ્રાહકે માત્ર 5 ટકા જ રકમ પોતાના ખિસ્સામાંથી ચૂકવવાની રહેશે.

હવે કેન્દ્ર ઉપરાંત રાજ્ય સરકાર પણ આપશે સબસિડી

અગાઉ એવો નિયમ હતો કે જો કોઈ લાભાર્થી કેન્દ્ર સરકારની સબસિડી મેળવે, તો રાજ્ય સરકાર તરફથી અલગ સહાય મળતી નહોતી. પરંતુ હવે કેન્દ્ર સરકારની સ્કીમ સાથે રાજ્ય સરકારે પણ પોતાની વધારાની સબસિડી જોડી દીધી છે.

ગુજરાતમાં પહેલેથી જ 8.5 લાખથી વધુ ઘરો પર છે સોલાર રૂફટોપ

આ નિર્ણયથી રાજ્યના 3 લાખથી વધુ પરિવારોને સીધો લાભ મળશે અને તેના માટે રાજ્ય સરકાર અંદાજે રૂ.1,000 કરોડનો વધારાનો ખર્ચ ભોગવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.5 લાખથી વધુ ઘરો પર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત થઈ ચૂકી છે અને રાજ્ય દેશભરમાં અગ્રેસર છે.

જૂની અને નવી યોજનામાં ખર્ચનું સરવૈયું: ગ્રાહકને કેટલો મોટો ફાયદો?

1 કિલોવોટ (1 kW) ક્ષમતા માટે:

  • કુલ બેન્ચમાર્ક ખર્ચ: રૂ.54,000
  • કેન્દ્ર સરકારની સહાય: રૂ.32,400
  • રાજ્ય સરકારની નવી સબસિડી: સામાન્ય વર્ગ માટે રૂ.16,200 અને SC/ST વર્ગ માટે રૂ.18,900
  • ગ્રાહકે ચૂકવવાની ચોખ્ખી રકમ: સામાન્ય નાગરિકે માત્ર રૂ.5,400 (10%) અને SC/ST વર્ગના નાગરિકે માત્ર રૂ.2,700 (5%) ચૂકવવાના રહેશે!
  • અગાઉ ગ્રાહકે આ જ સિસ્ટમ માટે રૂ.21,600 સુધીનો ખર્ચ કરવો પડતો હતો.

2 કિલોવોટ (2 kW) ક્ષમતા માટે:

  • કુલ બેન્ચમાર્ક ખર્ચ: રૂ.1,07,200
  • કેન્દ્ર સરકારની સહાય: રૂ.62,800
  • રાજ્ય સરકારની નવી સબસિડી: સામાન્ય વર્ગ માટે રૂ.33,680 અને SC/ST વર્ગ માટે રૂ.39,040
  • ગ્રાહકે ચૂકવવાની ચોખ્ખી રકમ: સામાન્ય નાગરિકે માત્ર રૂ.10,720 (10 ટકા) અને SC/ST વર્ગના નાગરિકે માત્ર રૂ.5,360 (5 ટકા) ચૂકવવાના રહેશે!
  • અગાઉ ગ્રાહકે પોતાના ખિસ્સામાંથી રૂ.44,400 જેટલી મોટી રકમ ભરવી પડતી હતી.