Get The App

હિંમતનગરમાં જાહેર રોડ પર દારૂની બોટલો ગોઠવવી બુટલેગરોને ભારે પડી, વાઈરલ વીડિયો બાદ પોલીસ એક્શનમાં, બે ઝડપાયા

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
હિંમતનગરમાં જાહેર રોડ પર દારૂની બોટલો ગોઠવવી બુટલેગરોને ભારે પડી, વાઈરલ વીડિયો બાદ પોલીસ એક્શનમાં, બે ઝડપાયા 1 - image


Himmatnagar Bootleggers Arrested: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જાહેર રોડ પર દારૂની બોટલો ગોઠવીને કાયદાનો ડર ભૂલેલા બુટલેગરોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ વીડિયો સામે આવતા જ પોલીસ તંત્ર દોડતું થયું હતું અને હદ વટાવતા વર્તન સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી બે બુટલેગરોની ધરપકડ કરી છે.

જાહેર રોડ પર બોટલો ગોઠવી બનાવ્યો હતો વીડિયો

મળતી માહિતી અનુસાર, સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં હિંમતનગરના એક જાહેર રોડ પર વિદેશી દારૂની બોટલો લાઈનમાં ગોઠવેલી જોવા મળી હતી. હિંમતનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ વીડિયોની તપાસ કરી તો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આ કરતૂત  મુકેશ ભાટ અને શ્રવણ ભાટ નામના બુટલેગરની જ હતી.

આ પણ વાંચો: ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

પોલીસની સઘન પૂછપરછમાં સામે આવ્યું છે કે બુટલેગરે પોતાના મોપેડમાં દારૂનો જથ્થો ગોઠવ્યો હતો અને ત્યારબાદ તેમાંથી બોટલો કાઢીને રસ્તા પર પ્રદર્શન કર્યું હતું. આ મામલાની ગંભીરતાને જોઈને હિંમતનગર પોલીસે તાત્કાલિક દરોડો પાડીને આ ગુનામાં સામેલ બે બુટલેગરો ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો તેમની પાસે ક્યાંથી આવ્યો અને હિંમતનગરમાં તેમને આ માલ કોણે આપ્યો હતો, તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.