Gujarat

રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઍલર્ટ

By GS TEAM
30 Aug 20252 mins read
TukuTouch Logo
દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે શનિવારે(30 ઑગસ્ટ) 95થી વધુ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. તેવામાં હવામાન વિભાગે હજુ 6 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ઍલર્ટ જાહેર કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઍલર્ટ

Rain Forecast, Gujarat : દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે શનિવારે(30 ઑગસ્ટ) 95થી વધુ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. તેવામાં હવામાન વિભાગે હજુ 6 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ઍલર્ટ જાહેર કર્યું છે. 

હવામાન વિભાગ મુજબ, આવતીકાલે રવિવારે (31 ઑગસ્ટ) 19 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. 

1-2 સપ્ટેમ્બરની આગાહી

આગામી 1-2 સપ્ટેમ્બરના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

આ પણ વાંચો: પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું, 6 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, ઉમરેઠમાં ધોધમાર

3 સપ્ટેમ્બરની આગાહી

3 સપ્ટેમ્બરે છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

4 સપ્ટેમ્બરની આગાહી

4 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં તાપી અને ડાંગ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, નવસારી અને વલલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

આ પણ વાંચો: ગોધરામાં વરસાદી આફત: ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતા લોકોની હાલત કફોડી, તંત્ર સામે આક્રોશ

5 સપ્ટેમ્બરની આગાહી

5 સપ્ટેમ્બરે રાજ્યના 19 જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરુચ, વડોદરા, છોટા ઉદેપુર, આણંદ, પંચમહાલ, ખેડા, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.