Get The App

ગુજરાત ટાઇટન્સે ટીમ ડિનર સાથે ગુજરાત દિવસની ઉજવણી કરી, ખેલાડીઓએ પરંપરાગત ટાંગલિયા શર્ટ પહેર્યા

Updated: May 2nd, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાત ટાઇટન્સે ટીમ ડિનર સાથે ગુજરાત દિવસની ઉજવણી કરી, ખેલાડીઓએ પરંપરાગત ટાંગલિયા શર્ટ પહેર્યા 1 - image

Gujarat Titans Gujarat Day celebration: આઈપીએલ 2026માં શાનદાર પ્રદર્શન કરી રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમે મેદાનની બહાર પણ પોતાની પ્રાદેશિક ઓળખ અને સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. 1 મેના રોજ 'ગુજરાત સ્થાપના દિવસ' નિમિત્તે ફ્રેન્ચાઇઝી દ્વારા એક ખાસ ટીમ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેલાડીઓએ ગુજરાતની ભાતીગળ લોકકળાને જીવંત કરતા પરંપરાગત પોશાક ધારણ કરી રાજ્યના સમૃદ્ધ વારસાને સલામી આપી હતી.

ખેલાડીઓ માટે ખાસ ટાંગલિયા શર્ટ

આ ઉજવણીની સૌથી આકર્ષક બાબત એ હતી કે, ગુજરાત ટાઇટન્સના મેનેજમેન્ટ દ્વારા તમામ ખેલાડીઓને ખાસ તૈયાર કરેલા ટાંગલિયા શર્ટ ભેટમાં આપવામાં આવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલ સહિત વિદેશી ખેલાડીઓએ પણ આ પરંપરાગત વસ્ત્રો પહેરીને ગુજરાતની હસ્તકલા પ્રત્યે પોતાનો ઉત્સાહ અને આદર વ્યક્ત કર્યો હતો. આ પહેલ દ્વારા ફ્રેન્ચાઇઝીએ ક્રિકેટની રમતની સાથે સાથે રાજ્યના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક મંચ પર એક પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ છે. 

ગુજરાત ટાઇટન્સે ટીમ ડિનર સાથે ગુજરાત દિવસની ઉજવણી કરી, ખેલાડીઓએ પરંપરાગત ટાંગલિયા શર્ટ પહેર્યા 2 - image

શું છે ટાંગલિયા વણાટની વિશેષતા?

ટાંગલિયાએ ગુજરાતની એક એવી અદભૂત હસ્તકલા છે જેનો ઇતિહાસ 700 વર્ષ કરતા પણ વધુ જૂનો છે. સુરેન્દ્રનગરના ડાંગસિયા સમુદાય દ્વારા વિકસાવવામાં આવેલી આ કળા તેની મણકા જેવી અનોખી ડિઝાઇન માટે જાણીતી છે.

આ પણ વાંચો: VIDEO : 700 વર્ષ જૂની ટાંગલિયા કલાને મળ્યું વૈશ્વિક મંચ: બ્રેડ પિટના શર્ટથી હવે VGRC રાજકોટ કરશે વિશ્વભરમાં પ્રચાર!

ગુજરાત ટાઇટન્સે ટીમ ડિનર સાથે ગુજરાત દિવસની ઉજવણી કરી, ખેલાડીઓએ પરંપરાગત ટાંગલિયા શર્ટ પહેર્યા 3 - image

મોતી જેવું વણાટકામ 

આ વણાટમાં દોરાઓની ગૂંથણી એવી રીતે કરવામાં આવે છે કે જાણે કાપડ પર મોતી જડ્યા હોય. પરંપરાગત રીતે આ કાપડ ખાસ પ્રસંગો કે સામાજિક રિવાજોમાં પહેરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી આ હસ્તકલાને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખૂબ લોકપ્રિયતા મળી છે.

ગુજરાત-પ્રથમ અભિગમ અને ટીમ એકતા

ગુજરાત ટાઇટન્સની ટીમ હંમેશાથી ગુજરાત-પ્રથમના અભિગમ સાથે કામ કરી રહી છે. ટીમ ડિનરના આ આયોજન પાછળ માત્ર ઉજવણી જ નહીં, પરંતુ ખેલાડીઓમાં એકતા અને સ્થાનિક સંસ્કૃતિ પ્રત્યેની સમજ વધારવાનો પણ હેતુ હતો. જ્યારે વિદેશી અને અન્ય રાજ્યના ખેલાડીઓ ગુજરાતની આ પરંપરાગત શૈલીમાં સજ્જ થયા, ત્યારે એક અનોખી ટીમ બોન્ડિંગ જોવા મળ્યું હતું.

ગુજરાત ટાઇટન્સે ટીમ ડિનર સાથે ગુજરાત દિવસની ઉજવણી કરી, ખેલાડીઓએ પરંપરાગત ટાંગલિયા શર્ટ પહેર્યા 4 - image

આ પણ વાંચો: ગુજરાતની હસ્તકળા હોલિવૂડ પહોંચી: બ્રેડ પિટે ટાંગલિયા વણાટનો શર્ટ પહેરતા દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચાયું

આગામી મેચ પર નજર

સાંસ્કૃતિક ઉજવણી બાદ હવે ટીમનું સંપૂર્ણ ધ્યાન રમત પર છે. IPL 2026માં સળંગ બે શાનદાર જીત મેળવ્યા બાદ શુભમન ગિલની આર્મી પૂરા આત્મવિશ્વાસમાં છે. ગુજરાત ટાઇટન્સનો આગામી મેચ રવિવારે પંજાબ કિંગ્સ સામે છે, જ્યાં ટીમ પોતાની જીતની લય જાળવી રાખવા મેદાનમાં ઉતરશે.

ગુજરાત ટાઇટન્સે ટીમ ડિનર સાથે ગુજરાત દિવસની ઉજવણી કરી, ખેલાડીઓએ પરંપરાગત ટાંગલિયા શર્ટ પહેર્યા 5 - image