Get The App

VIDEO : 700 વર્ષ જૂની ટાંગલિયા કલાને મળ્યું વૈશ્વિક મંચ: બ્રેડ પિટના શર્ટથી હવે VGRC રાજકોટ કરશે વિશ્વભરમાં પ્રચાર!

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : 700 વર્ષ જૂની ટાંગલિયા કલાને મળ્યું વૈશ્વિક મંચ: બ્રેડ પિટના શર્ટથી હવે VGRC રાજકોટ કરશે વિશ્વભરમાં પ્રચાર! 1 - image

The Tanglia Art : ગુજરાતની 700 વર્ષ જૂની અને વિશિષ્ટ હસ્તકલા ટાંગલિયા વણાટની કલા હવે વિસ્મૃતિમાંથી બહાર આવીને વૈશ્વિક સ્તરે છવાવા તૈયાર છે. સુરેન્દ્રનગર જિલ્લાના ડાંગાસિયા સમુદાય દ્વારા પેઢી દર પેઢી સંરક્ષિત કરવામાં આવેલી આ અદ્ભુત કલાને, રાજકોટમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) એક શક્તિશાળી વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડશે. આમ બ્રેડ પિટના શર્ટથી હવે VGRC રાજકોટ વિશ્વભરમાં પ્રચાર કરશે. 


'દાણા'ની અનોખી ઓળખ અને GI ટેગ

ટાંગલિયા કલા તેની વિશિષ્ટ 'દાણા' પેટર્ન માટે વિશ્વભરમાં જાણીતી છે. આ વણાટમાં તાણા-પેટામાં વધારાના વેફ્ટ દોરાને કલાત્મક રીતે પરોવીને ભૌમિતિક આકૃતિઓ વણી કાઢવામાં આવે છે. આ દુર્લભ ટેકનિક અને સાંસ્કૃતિક મહત્ત્વને કારણે ટાંગલિયાને પ્રતિષ્ઠિત ભૌગોલિક સંકેત (GI) દરજ્જો પણ પ્રાપ્ત થયો છે.

ટાંગલિયા કલાને જીવંત રાખનાર પદ્મશ્રી લવજીભાઈ પરમાર

એક સમયે મોટા પાયે ઉત્પાદનના કારણે વિસ્મૃતિની અણી પર પહોંચેલી આ કલાના પુનરુત્થાનનો મોટો શ્રેય પદ્મશ્રી લવજીભાઈ પરમારને જાય છે. ચાર દાયકાથી વધુ સમય સુધી તેમણે આ પરંપરાને જીવંત રાખવા માટે અવિરત પ્રયત્નો કર્યા છે. તેમણે યુવા પેઢીને જોડવા માટે કોમન ફેસિલિટી સેન્ટરની સ્થાપના કરી.

VIDEO : 700 વર્ષ જૂની ટાંગલિયા કલાને મળ્યું વૈશ્વિક મંચ: બ્રેડ પિટના શર્ટથી હવે VGRC રાજકોટ કરશે વિશ્વભરમાં પ્રચાર! 2 - image

હોલિવૂડ કનેક્શન: બ્રેડ પિટથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ

ટાંગલિયા કલાને આંતરરાષ્ટ્રીય મંચ પર અનોખી ઓળખ સુરેન્દ્રનગરના કારીગર બલદેવ મોહનભાઈ રાઠોડના કાર્યથી મળી છે. તેમના દ્વારા બનાવાયેલ ટાંગલિયા શર્ટ હોલિવૂડની ફિલ્મ "F1"માં પ્રખ્યાત અભિનેતા બ્રેડ પિટ દ્વારા પહેરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતની હસ્તકળા હોલિવૂડ પહોંચી: બ્રેડ પિટે ટાંગલિયા વણાટનો શર્ટ પહેરતા દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચાયું

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી કોન્ફરન્સમાં ટાંગલિયા કલા કેન્દ્રસ્થાને રહેશે. આ પરિષદ કારીગરો અને ઉદ્યોગ સાહસિકો માટે નવા અવસર સર્જીને આ વારસાને પ્રોત્સાહિત કરશે. ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્ર જેવા વિકાસશીલ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરીને, ટાંગલિયાના કારીગરોને વૈશ્વિક બજારો સાથે જોડવા અને તેમની પરંપરાગત આજીવિકાને મજબૂત કરવા માટેનું સશક્ત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. ટાંગલિયા હવે ગુજરાતની સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક બનીને, વિશ્વ સ્તરે ભારતની હસ્તકલાનું ગૌરવ વધારશે.