Get The App

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે થઈ મહત્ત્વની જાહેરાત: 16 નવી સરકારી કોલેજો, 90 હજાર વિદ્યાર્થીઓને MYSY સહાય

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
Gujarat Budget 2026

Gujarat Budget 2026: ગુજરાત વિધાનસભાના સત્રમાં આજે, 18 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી કનુ દેસાઈએ નાણાકીય વર્ષ 2026-2027 માટેનું રાજ્યનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. આ સાથે જ નાણામંત્રીએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. આ વર્ષના બજેટનું કુલ કદ રૂ. 4,08,053 કરોડ રાખવામાં આવ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે. તેમજ 974 કરોડની પુરાંતવાળુ અંદાજપત્ર રજૂ કર્યું છે જેમાં શિક્ષણ વિભાગ માટે કુલ રૂ. 63, 184 કરોડની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના સ્તરને સુધારવા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં નીચે મુજબની જાહેરાતો કરવામાં આવી છે:

- MYSY યોજના: મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત 90 હજારથી વધુ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે ₹400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

- મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ: આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે ₹45 કરોડ ફાળવવામાં આવ્યા છે.

- કૌશલ્ય સહાય: આશરે 2.12 લાખ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ દરમિયાન આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવા માટે ₹43 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

શૈક્ષણિક માળખાકીય સુવિધાઓનો વિકાસ:

- રાજ્યમાં 16 નવી સરકારી કોલેજો શરૂ કરવા, કાર્યરત 20 કોલેજોના નવા બાંધકામ અને 8 કોલેજોમાં નવા અભ્યાસક્રમો શરૂ કરવા માટે ₹126 કરોડની જોગવાઈ છે.

- ઉચ્ચ શિક્ષણની 136 સરકારી કોલેજોના સમારકામ અને જાળવણી માટે ₹46 કરોડ ખર્ચવામાં આવશે.

- રાજકોટ ખાતે એન.સી.સી.(NCC) લીડરશીપ એકેડેમીના નિર્માણ માટે ₹31 કરોડની ફાળવણી કરાઈ છે.

ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું આધુનિકીકરણ:

- એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ(અમદાવાદ): અહીં રિસર્ચ પાર્કના બાંધકામ માટે ₹51 કરોડ અને બોયઝ હોસ્ટેલના નવા બ્લોક માટે ₹51 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

- એલ. ઇ. કોલેજ(મોરબી): આ સંસ્થાને 'ઓટોનોમસ' દરજ્જો આપવા અને લેબોરેટરીઝના અપગ્રેડેશન માટે ₹35 કરોડ ફાળવાયા છે.

- સરકારી ટેકનિકલ સંસ્થાઓમાં આધુનિક આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સોફ્ટવેર પૂરા પાડવા માટે ₹67 કરોડ ખર્ચવામાં આવશે.

આ પણ વાંચો: ફ્રી બસ પાસ, સ્કોલરશીપ, પુસ્તકો, શાળા... ગુજરાતના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાતો

સ્ટાર્ટઅપ, ઇનોવેશન અને સ્પોર્ટ્સ:

- અમદાવાદ સ્થિત i-Hub અને તેના ચાર પ્રાદેશિક કેન્દ્રોની કામગીરી વેગવંતી બનાવવા ₹80 કરોડની જોગવાઈ છે.

- સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0(SSIP)ના અમલીકરણ માટે ₹45 કરોડ ફાળવવામાં આવ્યા છે.

- યુનિવર્સિટીઓ અને સરકારી કોલેજોમાં રમતગમત(Sports)ની સુવિધાઓ વિકસાવવા માટે ₹96 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે થઈ મહત્ત્વની જાહેરાત:  16 નવી સરકારી કોલેજો, 90 હજાર વિદ્યાર્થીઓને MYSY સહાય 2 - image