Get The App

હિંમતનગરના મોતીપુરા સર્વિસ રોડ પરના દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું, 12 મીટર પહોળો રસ્તો ખુલ્લો કરાયો

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
હિંમતનગરના મોતીપુરા સર્વિસ રોડ પરના દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું, 12 મીટર પહોળો રસ્તો ખુલ્લો કરાયો 1 - image

Encroachment Removal Drive in Himmatnagar: હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરના વ્યસ્ત ગણાતા મોતીપુરા વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શામળાજી નેશનલ હાઈવેને અડીને આવેલા સર્વિસ રોડ પર લાંબા સમયથી ખડકાયેલા કાચા-પાકા દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ કામગીરીને પગલે વર્ષોથી સાંકડો બનેલો રસ્તો ફરીથી તેના અસલી સ્વરૂપમાં ખુલ્લો થયો છે.

સર્વિસ રોડના નવીનીકરણ માટે લેવાયો નિર્ણય

નેશનલ હાઈવેની બાજુમાં આવેલા સર્વિસ રોડના રી-સરફેસિંગ અને નવીનીકરણના કામો શરૂ કરવાના હોવાથી આ કાર્યવાહી અનિવાર્ય બની હતી. રસ્તાના કામમાં અવરોધરૂપ બનતા દબાણો દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા અગાઉથી જ સૂચના આપવામાં આવી હતી, જે બાદ આજે સત્તાવાર રીતે તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ હતી.

મોતીપુરા વિસ્તારના શામળાજી નેશનલ હાઈવે પાસેનો સર્વિસ રોડ પરના દબાણો દૂર થતા હવે 12 મીટર પહોળો રોડ ફરીથી વાહનવ્યવહાર માટે ઉપલબ્ધ થયો છે. આ દબાણો દૂર કરીને સર્વિસ રોડનું નવીનીકરણ કરી ટ્રાફિકની સમસ્યા હળવી કરવી.

આ પણ વાંચો: ગુજરાતના ધારાસભ્યોને મેચની ટિકિટ ન મળ્યાનો અફસોસ! વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસે જુઓ શું કરી રજૂઆત

ટ્રાફિકની સમસ્યામાં મળશે મોટી રાહત

મોતીપુરા વિસ્તાર હાઈવેને જોડતો મુખ્ય પોઈન્ટ હોવાથી ત્યાં સતત ટ્રાફિક જામની સ્થિતિ રહેતી હતી. સર્વિસ રોડ પર લારી-ગલ્લા અને અન્ય દબાણોને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડતી હતી. હવે રસ્તો પહોળો થતા અને નવું કામ શરૂ થતા સ્થાનિક રહીશો અને હાઈવે પરથી પસાર થતા ચાલકોને મોટી રાહત મળશે.