Entertainment

જોન અબ્રાહમે મુંબઈમાં 84 કરોડનો બંગલો લીધો

By GS Team
21 Jul 20261 min read
TukuTouch Logo
બોલિવૂડ અભિનેતા જ્હોન અબ્રાહમે બાન્દ્રા પશ્ચિમમાં 84 કરોડ રૂપિયાનો આલીશાન બંગલો ખરીદ્યો છે. સેંટ માર્ટિન રોડ પર આવેલા આ બંગલાના દસ્તાવેજોની નોંધણી 14 જુલાઈએ થઈ હતી. આ સોદા માટે તેણે 5 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. આ ખરીદી તેની સફળતા દર્શાવે છે. આ બંગલો 1017.60 ચોરસ મીટરના પ્લોટમાં ફેલાયેલો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જોન અબ્રાહમે મુંબઈમાં 84 કરોડનો બંગલો લીધો

પાંચ કરોડ રુપિયાની તો સ્ટેમ્પ ડયૂટી ભરી
મુંબઇ : બાન્દ્રા પશ્ચિમમાં બોલિવૂડના એક્ટર જ્હોન અબ્રાહમે ૮૪ કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. સેંટ માર્ટિન રોડ પર આવેલો આ બંગલાની ખરીદીના દસ્તાવેજોની નોંધણી ૧૪ જુલાઇના રોજ કરવામાં આવી હતી. આ સોદા માટે તેણે પાંચ કરોડ રુપિયાની તો ફક્ત સ્ટેમ્પ ડયૂટી ભરી છે. હાલ બાન્દ્રામાં બોલીવૂડની મોટી હસ્તીઓ રહેતી હોઇ જ્હોન અબ્રાહમની આ ખરીદી તેની સફળતાની સૂચક છે. તાજેતરમાં જ સલમાન ખાને બાન્દ્રામા પોતાનો એક ફલેટ વેચ્યો હતો. બોલિવુડના નવી પેઢીના કલાકારો મોટાભાગે બહુમાળી ફલેટ્સમાં રહેવાનું પસંદ કરે છે. કેટલાય કલાકારો તેમની જરુરિયાત મુજબ ડુપ્લેક્સ ફલેટ ખરીદતા હોય છે. શાહરુખ ખાન જેવા જુજ કલાકારો બંગલામાં રહે છે. બોલિવુડના જૂની પેઢીના તમામ કલાકારો એ સમય પ્રમાણે આલીશાન બંગલાઓમાં જ રહેતા હતા.
દસ્તાવેજોની વિગતો અનુસાર આ જુનો બંગલો ૧૦૧૭.૬૦ ચોરસ મીટરના પ્લોટમાં ૧૯૩.૧૨ ચોરસ મીટરનો બિલ્ટ અપ એરિયા ધરાવે છે.
રસપ્રદ બાબત એ છે કે આ બંગલાની સાથે ૩૧.૫૦ ચોરસ મીટરનો એરિયા ધરાવતું આઉટહાઉસ પણ આવેલું છે.