Gujarat

સુરત: ભાજપ ઉમેદવાર BA પહેલા MA પાસ? ગંભીર છબરડો છતાં ચૂંટણી ફોર્મ મંજૂર! સુધા પાંડેએ કરી સ્પષ્ટતા

By GS TEAM
17 Apr 20262 mins read
TukuTouch Logo
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન સુરત મહાનગર પાલિકા વોર્ડ નંબર 29ના ભાજપના મહિલા ઉમેદવારે એફિડેવિટમાં દર્શાવેલી શૈક્ષણિક લાયકાત મામલે વિવાદ સર્જાયો છે. જો કે, વિવાદ બાદ મહિલા ઉમેદવારે MAની ડિગ્રી મામલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, 'આ ટાઈપિંગ મિસ્ટેક છે, મારી ડિગ્રી સાચી છે.'

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: ભાજપ ઉમેદવાર BA પહેલા MA પાસ? ગંભીર છબરડો છતાં ચૂંટણી ફોર્મ મંજૂર! સુધા પાંડેએ કરી સ્પષ્ટતા

BJP Candidate Education Degree Controversy In Surat: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન સુરત મહાનગર પાલિકા વૉર્ડ નંબર 29ના ભાજપના મહિલા ઉમેદવારે એફિડેવિટમાં દર્શાવેલી શૈક્ષણિક લાયકાત મામલે વિવાદ સર્જાયો છે. જો કે, વિવાદ બાદ મહિલા ઉમેદવારે MAની ડિગ્રી મામલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, 'આ ટાઇપિંગ ભૂલ છે, મારી ડિગ્રી સાચી છે.'

મળતી માહિતી મુજબ, સુરતમાં ભાજપના મહિલા ઉમેદવારે એફિડેવિટમાં રજૂ કરેલી શૈક્ષણિક લાયકાતમાં વર્ષ 1996માં માસ્ટર ઑફ આર્ટ્સ(MA) અને વર્ષ 1997 બેચલર ઑફ આર્ટ્સ(BA) કર્યું હોવાનું જણાવ્યું છે. સામાન્ય રીતે BAની ડિગ્રી બાદ MA કરી શકાય છે. જો કે, મહિલા ઉમેદવારે રજૂ કરેલી શૈક્ષણિક લાયકાતમાં BAની ડિગ્રી પૂર્ણ કર્યા પહેલા ઉમેદવારે MA કર્યું હોવાનું દર્શાવાતા સમગ્ર મામલે વિવાદ ઊભો થયો હતો. 

મહિલા ઉમેદવારે કરી સ્પષ્ટતા 

શૈક્ષણિક લાયકાતને લઈને સર્જાયેલા વિવાદ મામલે ભાજપના મહિલા ઉમેદવાર સુધા રાજેશ પાંડેએ જણાવ્યું હતું કે, 'મારી MAની ડિગ્રી વર્ષ 1999ની છે, એટલે આમાં ટાઇપિંગ ભૂલ થઈ છે. આમાં વર્ષ લખતી વખતે '9'ની જગ્યાએ '6' થઈ ગયું છે. ઉમેદવારી નોંધાવતી વખતે મને બરાબર લાગ્યું એટલે મે કાંઈ જોયું નહોતું. મારી ડિગ્રી સાચી છે, મે મધ્ય પ્રદેશની રાની દુર્ગાવતી વિશ્વવિદ્યાલયમાંથી MA પૂર્ણ કર્યું છે.' 

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં મનીષાબેન વકીલને લોકોએ ઘેર્યા, મંત્રીએ કહ્યું ગાંધીનગર સુધી રજૂઆત કરીશું

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં વૉર્ડ નંબર 29ના ભાજપના મહિલા ઉમેદવારની શૈક્ષણિક લાયકાતમાં છબરડો હોવાનું સામે આવ્યું છે, ત્યારે ફોર્મ ચકાસણીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે વૉર્ડ નંબર 29માં રાજકીય માહોલ ગરમાવો છે. તેવામાં સમગ્ર મામલે ભાજપના મહિલા ઉમેદવારે સ્પષ્ટતા કરી હતી.