Astro

આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીકૃપા, કોણે રહેવું પડશે વાહન ચલાવવામાં સાવધાન?

By GS Team
20 Aug 20261 min read
TukuTouch Logo
જ્યોતિષી અગ્નિદત્ત પદમનાભ દ્વારા 12 રાશિઓના જાતકો માટે આજનું ભવિષ્યવાણી કરવામાં આવી છે. મેષ રાશિના જાતકોને કામકાજમાં પ્રતિકૂળતા અને નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વૃષભ રાશિના જાતકો સંસ્થાકીય કામકાજમાં વ્યસ્ત રહેશે. કન્યા રાશિના જાતકોને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે અને પરદેશના કામ થઈ શકે છે. ધન રાશિના જાતકોને કોર્ટ-કચેરીના કામમાં સાવચેતી રાખવી પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીકૃપા, કોણે રહેવું પડશે વાહન ચલાવવામાં સાવધાન?

મેષ : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. નાણાંકીય રીતે ધ્યાન રાખવું પડે.
વૃષભ : સંસ્થાકીય કામકાજ અંગે, જાહેરક્ષેત્રના કામ અંગે આપે વ્યસ્ત રહેવાનું બને. આપના કાર્યમાં અન્યનો સાથ રહે.
મિથુન : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું પડે. વાદ-વિવાદ-મનદુ:ખથી સંભાળવું.
કર્ક : આપની બુદ્ધિ અનુભવ આવડત મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય.
સિંહ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
કન્યા : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામ થઈ શકે.
તુલા : બેંકના, વીમા કંપનીના કામમાં, શેરોના કામમાં આપને સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં આપને લાભ થાય.
વૃશ્ચિક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવાય. રાજકીય સરકારી કામ અંગે મુલાકાત થાય.
ધન : કોર્ટ-કચેરીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે. ખર્ચ જણાય.
મકર : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે. પરદેશના કામ થાય.
કુંભ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મિત્રવર્ગનો સાથ મળી રહેતાં રાહત જણાય.
મીન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ રહે.

  • અગ્નિદત્ત પદમનાભ