Entertainment

રણબીર આવતાં વર્ષે એપ્રિલથી બ્રહ્માસ્ત્ર ટુનું શૂટિંગ શરુ કરશે

By GS Team
20 Aug 20261 min read
TukuTouch Logo
રણબીર કપૂર અને અયાન મુકર્જીએ 'બ્રહ્માસ્ત્ર 2'ની તૈયારીઓ આરંભી છે. જાન્યુઆરીમાં 'રામાયણ 2'નું શૂટિંગ પૂરું કરી, રણબીર એપ્રિલથી 'બ્રહ્માસ્ત્ર 2'નું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં રણબીર દેવ અને શિવની બેવડી ભૂમિકામાં હશે, જ્યારે આલિયા ભટ્ટ ઈશા બનશે. દીપિકા પાદુકોણ અમૃતાની ભૂમિકા માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં ભારતીય પૌરાણિક કથાઓને મોટા પાયે રજૂ કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રણબીર આવતાં વર્ષે એપ્રિલથી બ્રહ્માસ્ત્ર ટુનું શૂટિંગ શરુ કરશે

મુંબઈ: રણબીર કપૂર અને અયાન મુકર્જીએ તેમની હીટ ફિલ્મ બ્રહ્માસ્ત્રની સિક્વલ 'બ્રહ્માસ્ત્ર ટુ'ના શૂટિંગ માટે તૈયારીઓ કરવા માંડી છે. હાલ ફિલ્મની પટકથા લખાઇ રહી છે. રણબીર કપૂર 'રામાયણ ટ'ુનું શૂટિંગ જાન્યુઆરીમાં પુરૂ કર્યા પછી થોડો સમય તૈયારીઓ કરવામાં ગાળ્યા બાદ એપ્રિલથી 'બ્રહ્માસ્ત્ર ટુ'નું શૂટિંગ શરૂ કરવા માંગે છે. 'ધૂમ ફોર' હાલ પૂરતી મુલતવી રહી હોઇ રણબીર કપૂરે હવે 'બ્રહ્માસ્ત્ર ટ'ુ પર તેનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર આ ફિલ્મમાં દેવ અને શિવની બેવડી ભૂમિકા કરશે જ્યારે આલિયા ભટ્ટ ઇશાની ભૂમિકામાં જોવા મળશે.
અમૃતાની મહત્વની ભૂમિકા માટે હાલ દીપિકા સાથે ચર્ચા ચાલી રહી છે.
'બ્રહ્માસ્ત્ર ટુ'માં એસ્ટ્રાવર્સને વધારે મોટા સ્કેલ પર એક્સપ્લોર કરવામાં આવશે. ભારતીય પૌરાણિક કથાઓને આધુનિક સિનેમેટિક અભિગમ સાથે રજૂ કરવામાં આવશે.