એઆઈ બૂમથી અમીર બનેલી નવી પેઢીએ લક્ઝરીની વ્યાખ્યા બદલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કેલિફોર્નિયા : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કારણે જોબ માર્કેટની સાથે સાથે લક્ઝરી માર્કેટનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. ટ્રેડિશનલ રીચ રોયલ ટચને પ્રાધાન્ય આપતા હોય છે ત્યારે, એઆઈથી સંપત્તિ મેળવનારી નવી પેઢી પ્રાઈવેટ જેટ, લક્ઝરી કાર અને યોટમાં ટેકનોલોજી, પ્રાઈવસી, પર્સનલાઈઝેશન અને હેલ્થને વધુ મહત્વ આપી રહી છે. આ નવી પેઢીના ગ્રાહકોને ધ્યાનમાં લઈને અનેક લક્ઝરી કંપનીઓ પણ પોતાની સર્વિસ અને પ્રોડક્ટ્સમાં ફેરફાર કરી રહી છે.
આંકડા મુજબ, એપ્રિલ ૨૦૨૫થી એપ્રિલ ૨૦૨૬ વચ્ચે વિશ્વમાં અબજપતિઓની સંખ્યા ૧૩ ટકા વધીને ૩,૩૦૨ થઈ હતી. તેમાં, ૧૦૦૦થી વધુ અબજપતિઓ અમેરિકામાં છે. પ્રાઈવેટ જેટ કંપનીના જણાવ્યા અનુસાર, એઆઈથી સંપત્તિ મેળવનારા ગ્રાહકો વધ્યા છે. નવા ગ્રાહકોની એવરેજ ઉંમર પણ ઘટી છે. કેટલાક નવા ગ્રાહકોની ઉંમર માત્ર ૨૫ વર્ષની આસપાસ છે. જે બ્રોકરની જગ્યાએ એપ અથવા વ્હોટ્સએપ પર પ્રાઈવેટ જેટ્સ બુક કરાવે છે. તેઓ બિટકોઈન અને ક્રિપ્ટો કરન્સીમાં પેમેન્ટ કરે છે.
એઆઈથી અમીર બનેલી પેઢી લક્ઝરી કારમાં પણ પોતાની અલગ ઓળખ ઈચ્છે છે. તેઓ લક્ઝરી કાર્સમાં પણ કસ્ટમાઈઝેશન કરાવે છે. યોટ માર્કેટમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. નવા મલ્ટીમિલ્યોનેર્સ પેલેસ યોટ્સની જગ્યાએ પ્રેક્ટિકલ બોટ્સમાં વધુ રસ ધરાવે છે. બ્રિટિશ યોટ કંપનીને ૧ કરોડ પાઉન્ડથી મોંઘી યોટ્સની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. તેના ગ્રાહકો મોટાભાગે અમેરિકન્સ જ છે. યોટમાં પણ ફિટનેસ ઈક્વિપમેન્ટ્સ, બાઈક અને સ્ટારલિંક ઈન્ટરનેટ જેવી સર્વિસ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે.









