Entertainment

સિદ્ધાર્થ અને કિયારા પણ હવે પોતે ફિલ્મ નિર્માતા બનશે

By GS Team
20 Aug 20261 min read
TukuTouch Logo
બોલીવૂડમાં સ્ટાર્સ નિર્માતા બનવાની સ્પર્ધામાં છે. અનુષ્કા, કૃતિ અને આલિયા બાદ કાર્તિક આર્યને 'ડોપામાઇન સ્ટુડિયોઝ' શરૂ કર્યો. હવે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ નિર્માતા બનશે. કારકિર્દીને વેગ આપવા અને ફિલ્મના રાઈટ્સ દ્વારા કમાણી કરવા તેઓ મર્યાદિત બજેટની ફિલ્મો બનાવશે. શરૂઆતમાં સિદ્ધાર્થની 'કપૂર એન્ડ સન્સ' જેવી ફિલ્મો જોવા મળી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિદ્ધાર્થ અને કિયારા પણ હવે પોતે ફિલ્મ નિર્માતા બનશે

મુંબઈ: બોલીવૂડમાં ફિલ્મ સ્ટાર્સ હવે નિર્માતા બનવાના ચાળે ચડયા છે. અનુષ્કા શર્મા, ક્રિતી સેનોન, આલિયા ભટ્ટ નિર્માત્રી બન્યા બાદ તાજેતરમાં કાર્તિક આર્યને પણ તેનો ડોપામાઇન સ્ટુડિયોઝ શરૂ કર્યો છે. હવે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ ફિલ્મ નિર્માતા બનવાના માર્ગે આગળ વધવા માંગે છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાને 'શેરશાહ' અને 'મિશન મજનુ' બાદ તેંની કારકિર્દીને આગળ ધપાવે તેવા કોઇ પ્રોજેક્ટ મળતો નથી. સિદ્ધાર્થ અને કિયારા બંને બોક્સ ઓફિસ પર સેલેબલ સ્ટાર ગણાતા નથી. આથી મર્યાદિત બજેટની ફિલ્મો બનાવવા તથા ખાસ તો ફિલ્મના જુદા જુદા રાઈટ્સની કમાણી માટે તેમણે જાતે નિર્મતા બનવાનું નક્કી કર્યું છે.
ફિલ્મના નિર્માતા તરીકે એક મોટો ફાયદો એ થાય છે કે ફિલ્મના ક્રિયેટિવ અને પ્રોડકશન કન્ટ્રોલ તેમની પાસે હોવાને કારણે તેઓ તેમને અનુકૂળ હોય એ પ્રકારની ફિલ્મો બનાવી શકે છે. શરૂઆતમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની 'કપૂર એન્ડ સન્સ' અને 'હસી તો ફસી' ટાઇપની ફિલ્મો જોવા મળી શકે છે.