યામી ગૌતમ, રાજકુમાર રાવ, રજનીકાન્ત બોક્સ ઓફિસ પર ટકરાશેે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ : યામી ગૌતમની ફિલ્મ 'નઈ નવેલી' આગામી ૧૬મી ઓક્ટોબરે રીલિઝ કરવાની જાહેરાત થઈ છે. આ જ દિવસોમાં રજનીકાંતની 'જેલર ટુ' તથા રાજકુમાર રાવની 'પ્રહાર' રજૂ થવાની છે.
યામીની 'નઈ નવેલી' ફેન્ટસી ફિલ્મ છે. બીજી તરફ રજનીકાંતનો પણ હિન્દી દર્શકોમાં એક અલગ ચાહક વર્ગ છે. જ્યારે રાજકુમાર રાવની 'પ્રહાર' ઉજ્જવલ નિકમની બાયોપિક હોવાથી તથા કસાબને ફાંસી સહિતના કેસો પર આધારિત હોવાથી આ ત્રણેય ફિલ્મો વચ્ચે દર્શકો વહેંચાઈ જાય તેવી સંભાવના છે.
યામી નેશનલ એવોર્ડ વિનર રહી ચૂકી છે અને તેની ફિલ્મો સુપરહિટ પણ નિવડી ચૂકી છે. જોકે, સોલો હિરોઈન તરીકે તે કોઈ ફિલ્મને એકલા હાથે સફળતા અપાવી શકે કે કેમ તે અંગે શંકા સેવાય છે.
નિર્માતા આનંદ એલ રાય અને હિમાંશુ શર્માની 'નઈ નવેલી' ફિલ્મનું નિર્દેશન બાલાજી મોહને કર્યું છે.









