Get The App

સ્મગલિંગનો નવો કિમીયો! ચોકલેટના પેકેટમાં ગાંજો લાવેલી મહિલા ઝડપાઈ, અમદાવાદ એરપોર્ટ પર કાર્યવાહી

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
સ્મગલિંગનો નવો કિમીયો! ચોકલેટના પેકેટમાં ગાંજો લાવેલી મહિલા ઝડપાઈ, અમદાવાદ એરપોર્ટ પર કાર્યવાહી 1 - image


Drug Smuggling In Ahmedabad Airport: અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનું અને હાઈબ્રિડ ગાંજા સહિતની હેરફેર સામે કસ્ટમ વિભાગ કડક કાર્યવાહી કરી રહ્યું છે. સોમવાર (બીજી ફેબ્રુઆરી) બેંગકોકથી આવેલી એક મહિલા એક કરોડનો હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપાઈ છે.  આ મહિલા ચોકલેટના પેકેટની આડમાં ગાંજો છુપાવીને લાવી રહી હતી.

ચોકલેટના કુલ 9 પેકેટોમાં ગાંજો છુપાવ્યો

મળતી માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા હાઈડ્રોપોનિક્સ મરિજુઆના નામના ગાંજો ઝડપાયો છે. બાતમીને આધારે તપાસ કરતા બેંગકોકથી આવેલી ફ્લાઈટમાં એક મહિલા મુસાફરને રોકી તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રાવેલિંગ બેગમાંથી ફૂડ અને ચોકલેટના કુલ 9 પેકેટોમાં છુપાવેલું લીલા રંગનું પેકેટ મળી આવ્યું હતું. 

આ પણ વાંચો: અમદાવાદની શાળામાં વિદ્યાર્થીએ મિત્રના પાણીમાં ડામર મિલાવ્યું, સામાન્ય બોલાચાલીનો ખતરનાક બદલો

પ્રાથમિક તપાસમાં આ પદાર્થ હાઇબ્રીડ ગાંજો હોવાનું સાબિત થયું હતું. કુલ 948 ગ્રામ હાઈડ્રોપોનિક્સ ગાંજા જપ્ત કરવામાં આવ્યો છે. એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી મહિલા મુસાફરની ધરપકડ કરીને વધુ તપાસ કરી રહી છે.