Gujarat

વાહ, તમારી સિસ્ટમ : બનાસકાંઠામાં શિક્ષિકા 8 વર્ષથી અમેરિકામાં છતાંય પગાર ચાલુ, વર્ષે એક વખત ગુજરાત આવે

By GS Team
9 Aug 20242 mins read
This article was originally published on 9 Aug 2024
TukuTouch Logo
બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી નજીક આવેલા પાન્છા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહેતા હોવા છતાં શાળાના રેકોર્ડ ઉપર તેનું નામ બોલાઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો થયા છે. વિદેશમાં ગ્રીન કાર્ડ ધરાવતા શિક્ષિકા વર્ષમાં એક વાર શાળામાં હાજર થઈ લાખોનો પગાર લેવા હોવાની ફરિયાદો ઊઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાહ, તમારી સિસ્ટમ : બનાસકાંઠામાં શિક્ષિકા 8 વર્ષથી અમેરિકામાં છતાંય પગાર ચાલુ, વર્ષે એક વખત ગુજરાત આવે

Pancha Primary School in Banaskantha: બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી નજીક આવેલા પાન્છા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહેતા હોવા છતાં શાળાના રેકોર્ડ ઉપર તેનું નામ બોલાઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો થયા છે. વિદેશમાં ગ્રીન કાર્ડ ધરાવતા શિક્ષિકા વર્ષમાં એક વાર શાળામાં હાજર થઈ લાખોનો પગાર લેવા હોવાની ફરિયાદો ઊઠી છે.

પ્રિન્સીપાલે સ્થાનિક સહિતની ઉચ્ચ કક્ષાએ જાણ કરી

અંબાજીથી સાત કિલોમીટર દૂર આવેલા પાન્છા ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ભાવનાબેન પટેલ છેલ્લા 8 વર્ષથી  અમેરિકામાં સ્થાયી થયા છે. છતાં તેમેનું નામ ધોરણ પાંચના મુખ્ય શિક્ષિકા તરીકે હાલમાં પણ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. તે ગ્રીન કાર્ડ પણ ધરાવે છે. વર્ષમાં એક જ વાર ગુજરાત આવે છે અને હાજર થઈ બે એક લાખ રૂપિયાનો પગાર પણ મેળવે છે.

આ પણ વાંચો: ગુજરાતના આદિવાસીઓના ઘરમાં જોવા મળે છે અનોખી ઘડિયાળ, ઉંઘી ચાલે પણ સમય સાચો બતાવે

ઈન્ચાર્જ પ્રિન્સિપાલ પારૂલબેન મહેતાએ જણાવ્યાનુંસાર, આ શિક્ષિકા અંગે તેમણે તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી અને રાજ્યના શિક્ષણ મંત્રીને પણ જાણ કરી છે. છતાં પણ તંત્ર દ્વારા આ શિક્ષિકા  સામે કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. શાળાના બાળકો તથા ગામના વાલીઓએ જણાવ્યું હતું કે 'આ બેન ઘણાં વર્ષો સુધી શાળામાં આવ્યા જ નથી.' બાળકોના જણાવ્યાનુસાર, જ્યારે તેઓ ત્રીજા ધોરણમાં ભણતા હતા ત્યારે જોયા હતા અને આજે પાંચમા ધોરણમાં ભણતા હોવા છતાં બહેનને જોયા નથી.