Gujarat

ગુજરાતના આદિવાસીઓના ઘરમાં જોવા મળે છે અનોખી ઘડિયાળ, ઊંઘી ચાલે પણ સમય સાચો બતાવે

By GS Team
9 Aug 20242 mins read
This article was originally published on 9 Aug 2024
TukuTouch Logo
વિશ્વની તમામ ઘડિયાળ એક જ દિશામાં ચાલે છે. આપણે તમામ ઘડિયાળને ડાબી બાજુથી જમણી બાજુ ચાલતા જોઈ છે. પરંતુ એક એવી ઘડિયાળ છે, જે ઘડિયાળ ઊંધી દિશામાં ચાલે છે અને સમય પણ સાચો બતાવે છે. જે આદિવાસી ઘડિયાળ તરીકે ઓળખાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના આદિવાસીઓના ઘરમાં જોવા મળે છે અનોખી ઘડિયાળ, ઊંઘી ચાલે પણ સમય સાચો બતાવે

World Tribal Day 2024: વિશ્વની તમામ ઘડિયાળ એક જ દિશામાં ચાલે છે. આપણે તમામ ઘડિયાળને ડાબી બાજુથી જમણી બાજુ ચાલતા જોઈ છે. પરંતુ એક એવી ઘડિયાળ છે, જે ઘડિયાળ ઊંધી દિશામાં ચાલે છે અને સમય પણ સાચો બતાવે છે. જે આદિવાસી ઘડિયાળ તરીકે ઓળખાય છે. 

બિરસા મુંડાના ફોટાવાળી ઘડિયાળની અલગ દુનિયા 

આદિવાસી સમાજ આજે પણ પોતાની પરંપરા ભૂલ્યા નથી. પોતાની પરંપરા પ્રમાણે તેઓ તમામ કાર્યો જમણીથી ડાબી તરફ કરી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં આદિવાસી સમુદાયના લોકોના ઘરોમાં પ્રવેશ કરીએ ત્યારે દીવાલ પર અલગ જ પ્રકારની ઘડિયાળ જોવા મળે છે. સમય જોવા માટે બનાવેલી તમામ ઘડિયાળો ડાબીથી જમણી તરફ ફરે છે. પરંતુ આદિવાસી સમાજે બનાવેલી ઘડિયાળ એવી છે, જે જમણીથી ડાબી તરફ ફરે છે અને સમય પણ સાચો જ બતાવે છે.

આ પણ વાંચો: વિશ્વ આદિવાસી દિવસ પહેલાં 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' પાસે 2 આદિવાસીઓની હત્યા, 6 લોકોની ધરપકડ

 બ્રહ્માંડ, વિજ્ઞાાન, ધર્મ અને પ્રકૃતિ સાથે તાલ મિલાવતી આ આદિવાસી ઘડિયાળ હાલ આદિવાસી પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આદિવાસી સમુદાયના લોકોએ પોતાની વર્ષો જૂની માન્યતા મુજબ જમણીથી ડાબી તરફ ફરતી ઘડિયાળ બનાવી છે. બિરસા મુંડાના ફોટાવાળી આ ઘડિયાળ દુનિયાની અન્ય ઘડિયાળ કરતાં અલગ જ છે. બિરસા મુંડા આદિવાસી સમાજમાં આદરણીય મનાય છે. જેથી આ ઘડિયાળમાં બિરસા મુંડાનો ફોટો રાખ્યો  છે, તેની સાથે જય જોહર, જય આદિવાસી લખેલ આદિવાસી ઘડિયાળ પણ જોવા મળે છે. 

જાણો શું છે માન્યતા

આદિવાસી સમાજનું માનવું છે કે, આદિવાસીઓ પ્રકૃતિના પૂજક છે, તેમના મતે બ્રહ્માંડની આસપાસ ફરતાં પૃથ્વી સહિતના અન્ય ગ્રહો જમણેથી ડાબી તરફ ફરે છે. ફૂલ-વૃક્ષની વેલ જમણાથી ડાબી તરફ વધે છે, પૃથ્વી પણ પોતાની ધરી પર જમણેથી ડાબા પડખે ફરે છે. આ તમામ માન્યતાને ધ્યાનમાં રાખી આદિવાસી સમાજ જમીન ખેડવા માટે જમણી તરફથી હળ ચલાવી ખેતી કરતાં હોય છે. આ ઉપરાંત હાથથી ફેરવવામાં આવતી અનાજ દળવાની ઘંટી જમણી તરફથી ફેરવીને અનાજ દળતાં હોય છે. જ્યારે લગ્નના ફેરા પણ જમણી તરફથી ફેરવતા હોય છે અને લગ્નમાં ઢોલ શરણાઈ દ્વારા આદિવાસી નૃત્ય રમાય છે તે પણ જમણી તરફથી રમાય છે.