Gujarat

મોડાસામાં સગા ભાઈએ જ ભાઈનું ગળું દબાવી કરી કરપીણ હત્યા, મિલકતના વિવાદમાં લોહિયાળ અંજામ

By GS TEAM
3 Feb 20262 mins read
TukuTouch Logo
અરવલ્લીના મોડાસાના મેઘરજ રોડ પુરુષોત્તમનગર સોસાયટી પારિવારિક ઝઘડાનો કરૂણ અંત આવ્યો છે. પુરુષોત્તમનગર સોસાયટીમાં બે સગા ભાઈઓ વચ્ચે નોકરી અને મિલકત વિવાદ ચાલતો હતો. જેમાં ઉગ્ર બોલાચાલી થતાં મોટા ભાઇએ નાના ભાઈનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો છે. મોડાસા ટાઉન પોલીસે આરોપીને ધરપકડ કરી હત્યા કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોડાસામાં સગા ભાઈએ જ ભાઈનું ગળું દબાવી કરી કરપીણ હત્યા, મિલકતના વિવાદમાં લોહિયાળ અંજામ

Aravalli News: અરવલ્લીના મોડાસાના મેઘરજ રોડ પુરુષોત્તમનગર સોસાયટી પારિવારિક ઝઘડાનો કરૂણ અંત આવ્યો છે. પુરુષોત્તમનગર સોસાયટીમાં બે સગા ભાઈઓ વચ્ચે નોકરી અને મિલકત વિવાદ ચાલતો હતો. જેમાં ઉગ્ર બોલાચાલી થતાં મોટા ભાઇએ નાના ભાઈનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો છે. મોડાસા ટાઉન પોલીસે આરોપીને ધરપકડ કરી હત્યા કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. 

મિલકત વિવાદમાં ભાઈનું ગળું દબાવી દીધું

બંને ભાઈઓ મેઘરજ વિસ્તારના પુરુષોત્તમનગર સોસાયટીમાં રહેતા હતા. જેમની વચ્ચે લાંબા સમયથી મિલકતના ભાગ અંગે વિવાદ ચાલી રહ્યો હતો. ઘટનાના દિવસે બંને ભાઈ વચ્ચે તણાતણી ઊભી થઈ હતી. જેમાં યોગેશ રાઠોડે ગુસ્સામાં આવીને ભાઈનું ગળું દબાવી દેતા રોહિત રાઠોડનું મોત થયું છે. 

આરોપી યોગેશ પડી ભાંગ્યો

સમગ્ર ઘટનાની જાણ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનને કરવામાં આવતા, પરિવારના સભ્યો અને પડોશીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. ઘટનાસ્થળનું પંચનામું કરી ફોરેન્સિક ટીમની મદદ લેવાઈ હતી. જે બાદ  મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મોટા ભાઈ યોગેશનું નામ ખૂલતાં તેની કડક રાહે પૂછપરછ કરવામાં આવી હતી જેમાં આરોપી યોગેશ પડી ભાંગ્યો હતો અને કબૂલાત કરી હતી કે તે ક્રોધમાં આવી ગયો હતો અને ગળું દબાવી દીધું હતું.

આ પણ વાંચો: લોન અપાવવાના બહાને US નાગરિકો સાથે છેતરપિંડી, અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં 3ની ધરપકડ

પોલીસે શું કહ્યું?

આરોપીની ધરપકડ બાદ Dyspએ જણાવ્યું હતું કે, 'ગઇકાલે (2 ફેબ્રુઆરી) મોડાસા ટાઉન પુરુષોત્તમનગર સોસાયટીમાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં મોટા ભાઈ યોગેશ ઈશ્વર રાઠોડના હાથે રોહિતભાઈ ઈશ્વરભાઈ રાઠોડનું મોત થયું છે. આરોપી યોગેશે નોકરી અને મિલકતના હિસ્સા બાબતે બોલાચાલી કરી હતી. જે બાદ મામલો ઉગ્ર થતાં નાનાભાઇ રોહિતને છાતી પર પાટું માર્યું હતું તેને નીચે પાડી તેનું ગળું દબાવી દીધું હતું. જેના કારણે રોહિતનો જીવ જતાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.  તમામ પુરાવા એકત્ર કરીને ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે અને વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરવામાં આવશે'

મિલકતના વિવાદમાં સગા ભાઈએ નાના ભાઈની હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં શોક અને આઘાતનો માહોલ છે.