Get The App

રીલ્સના રવાડે ભાન ભૂલ્યો ઈન્ફ્લુએન્સર! અકસ્માતનું નાટક કરતાં ટ્રાફિક જામ, પાર્થ પરમાર સહિત 3 સામે ફરિયાદ

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
રીલ્સના રવાડે ભાન ભૂલ્યો ઈન્ફ્લુએન્સર! અકસ્માતનું નાટક કરતાં ટ્રાફિક જામ, પાર્થ પરમાર સહિત 3 સામે ફરિયાદ 1 - image

Ahmedabad Influencer Controversy: સોશિયલ મીડિયામાં વિવિધ કંપનીઓના બ્રાંડ પ્રમોશન માટે કે વીડિયો બનાવવા માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અનેકવાર બીજા લોકોના જીવ જોખમમાં મુકી દે છે. ત્યારે પાર્થ પરમાર નામના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે એક કંપનીની જાહેરાત કરવા માટે સીજી રોડ નવરંગપુરામાં એક કાર સાથે બાઇકનો અકસ્માત સર્જાયો હોય તવો સીન બનાવીને સાંજના સમયે રીતસરનો ટ્રાફિક જામ કરી દીધો હતો.  આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા બી ડીવીઝન ટફિક પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

શું હતો સમગ્ર મામલો?

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં પાર્થ પરમાર નામના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સીજી રોડ પર આવેલી એક એજ્યુકેશન કંપનીના પ્રમોશન માટે એક વીડિયો શુટ કરે છે. જેમાં એચ એલ કોલેજ રોડ પર થાર કારથી બાઇકને અકસ્માત થયાનો સીન શુટ કરતા સમયે રીતસરનો ટ્રાફિક જામ કરે છે અને વીડિયોમાં અકસ્માત બાદનો ઝઘડો થતો હોય છે.  જે વીડિયો ટ્રાફિક પોલીસના અધિકારીઓના ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. જેના આધારે  બી ડિવીઝન ટ્રાફિક પોલીસે પાર્થ પરમાર સહિત ત્રણ વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 285, 54  અને એમ વી એક્ટ 122 અને 177 મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. 

આ પણ વાંચો: અમદાવાદના મેયર પદનો અનોખો ઇતિહાસ: કોઈ 6504 દિવસ તો કોઈ માત્ર 61 દિવસ જ રહ્યા પદ પર


પોલીસ વાહનો જપ્ત કરશે

ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, 'ઘણાં કિસ્સામાં ધ્યાનમાં આવ્યું છે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બ્રાંડ પ્રમોશન માટે કે તેમની રીલ વાઈરલ કરવા માટે લોકો અડચણ રૂપ બને તે હવે વીડિયો બનાવતા હોય છે. ત્યારે સતત વાહનોથી ધમધમતા રસ્તા પર ટફિક જામ કરીને અકસ્માત થયા બાદનો ઝઘડો થતો હોય તેવો પ્લોટ તૈયાર કરીને ગંભીર ભુલ કરવામાં આવી છે. જેથી આ થાર કાર અને બાઇક જપ્ત પણ કરવામાં આવશે.'

પ્રેન્કના નામે નિર્દોષ લોકોને પરેશાન કરતા ઇન્ફ્લુએન્સર્સ પર નજર

સોશિયલ મીડિયામાં પોતાના ફોલોઅર્સની સંખ્યા વધારવા માટે ઘણાં ઇન્ફ્લુએન્સર નિર્દોષ લોકોને ટારગેટ કરતા હોય છે. જેમાં જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા મંગેશ નામના ઇન્ફ્લુએન્સરે એક વૃદ્ધને ડરાવવાનો પ્રેન્ક કરતા તેના સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઉપરાંત, આર જી મીત નામના ઇન્ફ્લુએન્સર દ્વારા મનોરંજનના નામે નિર્દોષ લોકોને પોલીસના નામે કે અન્ય કોઇ કારણ આપીને રોક્યા બાદ રીલ બનાવીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવે છે. જેમાં તેનો હેતુ ફોલોઅર્સ વધારવાનો હોય છે. 

રીલ્સના રવાડે ભાન ભૂલ્યો ઈન્ફ્લુએન્સર! અકસ્માતનું નાટક કરતાં ટ્રાફિક જામ, પાર્થ પરમાર સહિત 3 સામે ફરિયાદ 2 - image

આ પ્રકારના પ્રેન્કના કે લોકોને મુશ્કેલી પડે તે પ્રકારના વીડિયો બનાવતા ઇન્ફ્લુએન્સર પોલીસ દ્વારા ચેતવણી આપવાની સાથે કહેવામાં આવ્યુ છે કે  પોલીસ સ્ટેશનમાં કોઇ વ્યક્તિ દ્વારા રજૂઆત થશે તો પણ તપાસ બાદ કાર્યવાહી થશે.