અમદાવાદમાં 45 કેન્દ્રો પર 4000થી વધુ શિક્ષકો દ્વારા પેપર ચકાસણી શરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

GSEB 2026 Paper Evaluation Begins: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ગત 18 માર્ચના રોજ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા બાદ હવે વહેલું પરિણામ જાહેર કરવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 45 જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં 4,000થી વધુ શૈક્ષણિક સ્ટાફ પેપર ચકાસણીની કામગીરીમાં જોડાયો છે.
અમદાવાદમાં 45 કેન્દ્રો પર 4000થી વધુ શિક્ષકો દ્વારા પેપર ચકાસણી શરૂ
દરેક મૂલ્યાંકન કેન્દ્ર પર પેપર રાખવા માટે ખાસ 'સ્ટ્રોંગ રૂમ' તૈયાર કરવામાં આવ્યા છે. આ રૂમની બહાર હથિયારધારી પોલીસ જવાનો દ્વારા 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પોલીસ સુરક્ષા હેઠળ જ વિષયવાર શિક્ષકોને પેપરની વહેંચણી કરવામાં આવે છે. સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી આ મૂલ્યાંકન પ્રક્રિયા અવિરત ચાલી રહી છે.
રાજ્યભરમાં કુલ 454 કેન્દ્રો પર 75 હજારથી વધુ શિક્ષકો કાર્યરત છે. બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે કે, આ વખતે પરિણામ વહેલું જાહેર કરવાનું હોવાથી સ્ટાફની સંખ્યા વધારીને કામગીરી ઝડપી બનાવવી.
અમદાવાદના ઝોન અધિકારીએ જણાવ્યું હતું કે, "અત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના મુખ્ય વિષયો જેવા કે એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થાનું મૂલ્યાંકન શરૂ થઈ ગયું છે. અમારો લક્ષ્ય આગામી 10 દિવસમાં ચકાસણી પૂર્ણ કરવાનો છે.









