Entertainment

4000 કરોડની ‘રામાયણ’માં કોણે નિભાવ્યો 'રાવણ'ની માતાનો રોલ? 40 વર્ષથી ઈન્ડસ્ટ્રી પર રાજ કરે છે આ સ્ટાર!

By GS Team
1 Aug 20263 mins read
TukuTouch Logo
નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'ના ટ્રેલરમાં રાવણની માતા કૈકસીના પાત્રે સૌનું ધ્યાન ખેંચ્યું છે. દક્ષિણ ભારતીય સિનેમાની અનુભવી અભિનેત્રી શોભના ચંદ્રકુમાર આ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. 56 વર્ષીય શોભના 4 દાયકાથી વધુ સમયથી ફિલ્મોમાં સક્રિય છે અને ભરતનાટ્યમની જાણીતી નૃત્યાંગના પણ છે. તેમની હાજરીથી 4000 કરોડના બજેટવાળી આ ફિલ્મનું વજન વધ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

4000 કરોડની ‘રામાયણ’માં કોણે નિભાવ્યો 'રાવણ'ની માતાનો રોલ? 40 વર્ષથી ઈન્ડસ્ટ્રી પર રાજ કરે છે આ સ્ટાર!

Film Ramayana: નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. રણબીર કપૂરના 'રામ' અને યશના 'રાવણ'ના પાત્રે તો લોકોનાં દિલ જીતી જ લીધાં છે, પરંતુ ટ્રેલરમાં એક અન્ય ચહેરાએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ ચહેરો છે રાવણની માતા કૈકસીનો, જેની એક નાની ઝલકે જ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. આ ખૂબ જ ખાસ અને સીરિયસ રોલ સાઉથ સિનેમાની જાણીતા અભિનેત્રી નિભાવી રહી છે. ટ્રેલરમાં તેનો લુક અને હાવ-ભાવ એટલા પ્રભાવશાળી લાગી રહ્યા છે કે લોકો તેનાં વખાણ કરતાં થાકતા નથી.

મેકર્સનો માસ્ટરસ્ટ્રોક

'રામાયણ'ની પૌરાણિક કથામાં કૈકસીનું પાત્ર ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. તેઓ રાક્ષસ વંશના હતા અને ઋષિ વિશ્રવાનાં પત્ની હતાં. રાવણ, કુંભકર્ણ અને વિભીષણ જેવા શક્તિશાળી પુત્રોનો જન્મ તેમની જ કોખે થયો હતો. આ પાત્રમાં ખૂબ જ ઊંડાણ અને ભાવનાઓ એકસાથે જોવા મળે છે. મેકર્સે આ રોલ માટે એક એવી અભિનેત્રીની પસંદગી કરી છે, જેના ચહેરા અને એક્સપ્રેશનમાં આ બંને બાબતો સ્પષ્ટપણે નજરે આવે છે અને આ વાત ટ્રેલરમાં તેની કેટલીક સેકન્ડની એક ઝલકમાં પણ વર્તાઈ આવે છે. મેકર્સે આ રોલ માટે આ અભિનેત્રીને પસંદ કરીને માસ્ટરસ્ટ્રોક માર્યો છે.

4 દાયકાથી સિનેમા પર રાજ કરી રહી છે શોભના

પડદા પર તેની હાજરીથી સ્ટોરીને એક નવો આયામ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આપણે વાત કરી રહ્યા છીએ 56 વર્ષીય શોભના ચંદ્રકુમારની, જેસાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક ખૂબ જ અનુભવી અને ખ્યાતનામ અભિનેત્રી છે. શોભના ભારતીય સિનેમાનું એક જાણીતું અને ખૂબ જ સન્માનિત નામ છે. તેણે પોતાના ચાર દાયકાથી પણ વધુ લાંબા કરિયરમાં તમિલ, મલયાલમ, તેલુગુ અને હિન્દી ભાષાની અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ઓળખ માત્ર એક ગ્લેમરસ હિરોઈન તરીકેની નથી, પરંતુ એક ગંભીર અને સશક્ત અદાકારા તરીકેની રહી છે. તેમણે પોતાના દરેક પાત્રને જીવંત કર્યું છે.

ભરતનાટ્યમની ઉસ્તાદ અને ભારતીય સંસ્કૃતિની મિસાલ

સાઉથ ઈન્ડસ્ટ્રીમાં તેની દીવાનગી આજે પણ એવી જ અકબંધ છે. આજના નવા કલાકારો પણ તેમને જોઈને અભિનયના ગુણ શીખે છે અને તેની મિસાલ આપે છે. ફિલ્મી પડદા સિવાય શોભના શાસ્ત્રીય નૃત્યની દુનિયામાં પણ મોટું નામ છે. તે ભરતનાટ્યમની ખૂબ જ જાણીતી નૃત્યાંગના છે અને વર્ષોથી આ કલાની સેવા કરી રહી છે. તેણે પોતાની ડાન્સ એકેડેમી પણ શરૂ કરી છે, જ્યાં તે નાની બાળકીઓને ભરતનાટ્યમની બારીકીઓ શીખવે છે. દેશ-વિદેશમાં તેના અનેક મોટા ડાન્સ શો યોજાતા રહે છે. કલા પ્રત્યેનો તેનો આ પ્રેમ અને સમર્પણ તેને માત્ર એક હિરોઈન પૂરતી સીમિત ન રાખતાં એક મહાન કલાકાર બનાવે છે.

અભિનય અને ડાન્સમાં અનેક મોટા પુરસ્કાર મળ્યા છે

1980માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરનાર શોભનાને તેના શાનદાર અભિનય અને શાનદાર ડાન્સ માટે દેશભરમાં અનેક મોટા એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવી છે. તેણે કમર્શિયલ ફિલ્મોની સાથે-સાથે ગંભીર અને આર્ટ ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગનો ડંકો વગાડ્યો છે. આ જ કારણ છે કે ફેન્સના દિલમાં તેના માટે એક ખાસ સ્થાન છે. હવે 'રામાયણ' જેવી એક મેગા બજેટ ફિલ્મમાં તેની એન્ટ્રીથી ફિલ્મનું વજન ઘણું વધી ગયું છે. લોકોનું માનવું છે કે કૈકસીના પાત્રમાં તે પોતાની એક્ટિંગથી પ્રાણ પૂરી દેશે અને આ રોલ હંમેશાં યાદ રાખવામાં આવશે.

4000 કરોડના બજેટમાં બની રહી છે આ ફિલ્મ

લગભગ 4000 કરોડના બજેટમાં બની રહેલી આ 'રામાયણ' ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવી રહી છે. આ ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારી છે, જેમણે દરેક પાત્રની પસંદગી ખૂબ જ બારીકાઈથી કરી છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી સીતા અને યશ રાવણના રૂપમાં નજર આવશે, જ્યારે શોભના રાવણની માતાનો રોલ સંભાળી રહ્યાં છે. ટ્રેલરને મળેલા શાનદાર પ્રતિસાદ બાદ હવે લોકો આ ભવ્ય ફિલ્મના મોટા પડદા પર આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મનો પ્રથમ પાર્ટ દિવાળી 2026માં રિલીઝ થશે, જ્યારે બીજો પાર્ટ દિવાળી 2027માં રિલીઝ કરવામાં આવશે.