Entertainment

કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ

By GS Team
6 Feb 20262 mins read
TukuTouch Logo
સોશિયલ મીડિયા સ્ટાર એલ્વિશ યાદવ અને અભિનેત્રી જિયા શંકર હાલમાં પોતાની સગાઈની અટકળોને લઈને ચર્ચામાં છે. આ ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે એલ્વિશ યાદવે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ખાસ તસવીર શેર કરી, જેમાં એક છોકરાએ છોકરીનો હાથ પકડેલો છે અને છોકરીના હાથમાં સગાઈની વીંટી જોવા મળી રહી છે. આ તસવીર સાથે તેણે કેપ્શનમાં લખ્યું, 'પ્રેમને બીજી તક આપી અને મને મારો પ્રેમ મળી ગયો.' આ જ સ્ટોરીને જિયા શંકરે પણ પોતાની પ્રોફાઈલ પર રી-શેર કરતા ચાહકોમાં ઉત્તેજના વધી ગઈ છે અને લોકો અટકળો લગાવી રહ્યા છે કે બંનેએ સગાઈ કરી લીધી છે અને તેઓ ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ

Who Is Jiya Shankar: સોશિયલ મીડિયા સ્ટાર એલ્વિશ યાદવ અને અભિનેત્રી જિયા શંકર હાલમાં પોતાની સગાઈની અટકળોને લઈને ચર્ચામાં છે. આ ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે એલ્વિશ યાદવે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ખાસ તસવીર શેર કરી, જેમાં એક છોકરાએ છોકરીનો હાથ પકડેલો છે અને છોકરીના હાથમાં સગાઈની વીંટી જોવા મળી રહી છે. આ તસવીર સાથે તેણે કેપ્શનમાં લખ્યું, 'પ્રેમને બીજી તક આપી અને મને મારો પ્રેમ મળી ગયો.' આ જ સ્ટોરીને જિયા શંકરે પણ પોતાની પ્રોફાઈલ પર રી-શેર કરતા ચાહકોમાં ઉત્તેજના વધી ગઈ છે અને લોકો અટકળો લગાવી રહ્યા છે કે બંનેએ સગાઈ કરી લીધી છે અને તેઓ ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે.


સગાઈ કે પ્રમોશન?

જોકે, આ સગાઈ પાછળનું સત્ય કંઈક અલગ હોઈ શકે છે. અત્યાર સુધી એલ્વિશ કે જિયાએ આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ તસવીર તેમના આગામી શૉ 'ઈંગેજ્ડ: રોકા યા ધોખા' સીઝન 2ના પ્રમોશનનો એક ભાગ પણ હોઈ શકે છે. એલ્વિશ અને જિયા શંકરની મુલાકાત 'બિગ બોસ OTT 2' દરમિયાન થઈ હતી, જ્યાં જિયા શૉમાંથી વહેલી બહાર નીકળી ગઈ હતી અને એલ્વિશે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લઈને વિજેતાનો ખિતાબ જીત્યો હતો. ત્યારથી બંનેના ફેન્સ તેમની વચ્ચેના બોન્ડને લઈને ઉત્સાહિત રહે છે.

કોણ છે જિયા શંકર? 

17 એપ્રિલ, 1995ના રોજ મુંબઈમાં જન્મેલી જિયા શંકર એક જાણીતી અભિનેત્રી છે, જે ટીવી અને ફિલ્મો બંને ક્ષેત્રે સક્રિય છે. જ્યારે તે માત્ર 13 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા. જિયાએ વર્ષ 2013માં તેલુગુ ફિલ્મ 'ઈન્થા અંદાંગા ઉન્નાવે'(Intha Andanga Unnave)થી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે 2017માં તમિલ ફિલ્મ 'કનવુ વારિયમ' અને 2018માં તેલુગુ ફિલ્મ 'હૈદરાબાદ લવ સ્ટોરી'માં કામ કર્યું. વર્ષ 2022માં તે સુપરહિટ મરાઠી ફિલ્મ 'વેદ'માં પણ જોવા મળી હતી. 

આ પણ વાંચો: 'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું

જાણીતા ટીવી શૉ 

જિયા શંકરને સૌથી વધુ લોકપ્રિયતા પ્રખ્યાત ટીવી શૉ 'મેરી હાનિકારક બીવી' માં ડૉક્ટર ઈરા પાંડેનું પાત્ર ભજવીને મળી હતી. આ સિવાય તે વર્ષ 2015માં 'ગુમરાહ: એન્ડ ઓફ ઈનોસન્સ', 'લાલ ઈશ્ક' અને 'કાટેલાલ એન્ડ સન્સ' જેવા શૉમાં પણ જોવા મળી છે. છેલ્લે તે રિયાલિટી શૉ 'બિગ બોસ OTT 2'માં જોવા મળી હતી.

ક્યાં થઈ હતી એલ્વિશ અને જિયાની મુલાકાત? 

એલ્વિશ યાદવ અને જિયા શંકરના સંબંધોને લઈને હાલ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આ બંનેની મુલાકાત 'બિગ બોસ OTT 2' દરમિયાન થઈ હતી. જિયા આ શૉમાંથી થોડા સમય બાદ બહાર થઈ ગઈ હતી, જ્યારે એલ્વિશ યાદવે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી હતી અને ઈતિહાસ રચીને શૉનો વિનર બન્યો હતો.