Entertainment

મારી બાયોપિક માટે દીપિકા આદર્શ પસંદગી હશે : હેમામાલિની

By GS Team
13 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં ફિલ્મ ઉદ્યોગમાં 60 વર્ષ પૂર્ણ કરનાર હેમામાલિનીએ પોતાની બાયોપિક અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે જો તેમની બાયોપિક બને, તો મુખ્ય ભૂમિકા માટે દીપિકા પાદુકોણ આદર્શ પસંદગી છે. દીપિકા સુંદર અને પ્રતિભાશાળી યુવતી છે. 2017માં પણ હેમામાલિનીએ તેમના જીવનચરિત્રના અનાવરણ માટે દીપિકાને પસંદ કરી હતી. રસપ્રદ વાત એ છે કે દીપિકાની પ્રથમ ફિલ્મમાં તેનું પાત્ર 'ડ્રીમ ગર્લ' તરીકે ઓળખાતું હતું, જે હેમામાલિનીની ઓળખ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મારી બાયોપિક માટે દીપિકા આદર્શ પસંદગી હશે : હેમામાલિની

મુંબઇ: ફિલ્મ ઉદ્યોગમાં 60 વર્ષ પુરાં કરનાર હેમામાલિનીએ આ પ્રસંગે યોજાયેલાં કાર્યક્રમ દરમ્યાન જણાવ્યું હતું કે જો મારી કોઇ બાયોપિક બને તો તેમાં મુખ્ય ભૂમિકા માટે દીપિકા પાદુકોણ આદર્શ પસંદગી બની રહે તેમ છે. કોઇપણ મારી ભૂમિકા ભજવી શકે. દીપિકા સુંદર અને પ્રતિભાશાળી યુવતી છે.
હેમામાલિની અને દીપિકા વચ્ચે સારાં સબંધો છે. ૨૦૧૭માં પોતાના જીવન ચરિત્ર 'હેમામાલિનીઃ બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ'નું અનાવરણ કરવા માટે પણ હેમામાલિનીએ દીપિકાને પસંદ કરી હતી.
બીજી રસપ્રદ બાબત એ છે કે દીપિકાની પહેલી ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'માં તેણે શાંતિપ્રિયાની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં દિપિકાના આ પાત્રનો ઉલ્લેખ ડ્રીમ ગર્લ તરીકે કરવામાં આવ્યો હતો. હેમામાલિનીને તેમના ચાહકો ડ્રીમગર્લ તરીકે ઓળખતા આવ્યા છે. ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં હેમામાલિનીની ડ્રીમગર્લ તરીકે ઓળખ બની હતી. ૧૯૬૮માં 'સપનો કા સોદાગર' ફિલ્મમાં રાજકપૂરની હિરોઇન તરીકે એન્ટ્રી કરનાર હેમામાલિની છેલ્લે ૨૦૨૦માં રોમેન્ટિક કોમેડી 'સિમલા મિર્ચ'માં જોવા મળી હતી.