Entertainment

લેનિન રજૂ થયા પછી શ્રીલીલા ઓનલાઈન ટ્રોલિંગનો ભોગ બની

By GS Team
12 Jul 20261 min read
TukuTouch Logo
તેલુગુ અભિનેત્રી શ્રીલીલા 'લેનિન' ફિલ્મની સફળતા બાદ ઓનલાઈન ટીકાનો ભોગ બની છે. અખિલ અક્કીનેનીની આ ફિલ્મમાં શ્રીલીલાને બદલે ભાગ્યશ્રી બોર્સે લીડ રોલમાં હતી. રિપોર્ટ્સ મુજબ, શ્રીલીલાએ 1 અઠવાડિયાનું શૂટિંગ કર્યા બાદ ડેટ્સના કારણે પ્રોજેક્ટ છોડ્યો હતો. ભાગ્યશ્રીના અભિનયની પ્રશંસા થતાં લોકોએ શ્રીલીલાની સરખામણી કરી, અને તેની કારકિર્દીના નિર્ણયો પર સવાલો ઉઠાવ્યા. શ્રીલીલા હાલ આગામી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લેનિન રજૂ થયા પછી શ્રીલીલા ઓનલાઈન ટ્રોલિંગનો ભોગ બની

મુંબઈ: તેલુગી અભિનેત્રી શ્રીલીલા 'લેનિન'ની સફળતા પછી ઓનલાઈન આલોચનાનો ભોગ બની છે, જેમાં ભાગ્યશ્રી બોર્સેએ દર્શકોને અખિલ અક્કીનેનીની મુખ્ય નાયિકા કરતા વધુ પ્રભાવિત કર્યા. અગાઉ આ રોલ માટે શ્રીલીલા કાસ્ટ થઈ હતી અને પ્રોજેક્ટ છોડી દેવા અગાઉ લગભગ એક અઠવાડિયાનું શૂટિંગ પણ કર્યું હતું.
સર્જકોએ આ બાબતે કોઈ સ્પષ્ટતા ન કરી, પણ અહેવાલ મુજબ શ્રીલીલા શૂટિંગ માટે અનુકૂળ તારીખો ન આપી શકતાં તેને રવાના કરી દેવાઈ હતી.
ફિલ્મ રજૂ થયા પછી ભાગ્યશ્રી બોર્સેની તેના અભિનય અને સ્ક્રીન હાજરી માટે વ્યાપક પ્રશંસા થઈ છે. પણ સાથે શ્રીલીલા સાથે સરખામણી પણ થવા લાગી અને અનેક સોશિયલ મીડિયા વપરાશકારોએ દાવો કર્યો કે આ રોલ માટે ભાગ્યશ્રી જ શ્રેષ્ઠ હતી.
આ વિવાદથી શ્રીલીલાના તાજેતરના કારકિર્દી સંબંધિત નિર્ણયો અને ફિલ્મ પસંદગી બાબતે સવાલો પણ ઊભા થયા છે. વિવાદ મુક્ત અને વ્યાવસાયિક છબી જાળવી હોવા છતાં શ્રીલીલા ટ્રોલિંગનો ભોગ બની છે. અનેક નેટ વપરાશકારોએ તેની નૃત્ય કુશળતાની સરાહના કરી પણ સાથે કેટલાક ટીકાકારોએ તેની અભિનય ક્ષમતા અને સ્ક્રિપ્ટ પસંદગી બાબતે સવાલો ઉઠાવ્યા હતા.
જો કે આ તમામ ટ્રોલિંગથી અલિપ્ત શ્રીલીલા તેના આગામી પ્રોજેક્ટોમાં વ્યસ્ત બની છે અને તેણે અથવા 'લેનિન'ની ટીમે તેની બદલી બાબતે કોઈ ટિપ્પણી નથી કરી.