India

સામાન્ય કાર માલિક પોતે પોતાની ગાડીનું માઇલેજ ચેક ન કરી શકે!, E20 વિવાદ વચ્ચે ગડકરીનો અજીબ દાવો

By GS Team
14 Jul 20261 min read
TukuTouch Logo
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ E20 પેટ્રોલના માઇલેજ વિવાદ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સામાન્ય કાર માલિક પોતાની ગાડીનું માઇલેજ ચોક્કસ રીતે માપી શકતો નથી. માઇલેજ જાણવા માટે ઓથોરાઇઝ્ડ ડીલરના ટેસ્ટિંગ મશીન પર નિર્ભર રહેવું જોઈએ. એક ઇન્ટરવ્યુમાં મહિલા પત્રકારના માઇલેજ ઘટવાના દાવાને તેમણે નકારી કાઢ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સામાન્ય કાર માલિક પોતે પોતાની ગાડીનું માઇલેજ ચેક ન કરી શકે!, E20 વિવાદ વચ્ચે ગડકરીનો અજીબ દાવો
નીતિન ગડકરી ( IANS )

Nitin Gadkari Says Average Car Owner Cannot Accurate Measure Mileage : ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ એટલે કે E20 પેટ્રોલને લઈને દેશમાં ચાલી રહેલા વિવાદની વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે એક સામાન્ય કાર માલિક પોતાની ગાડીનું માઇલેજ ચોક્કસ રીતે જાતે માપી શકતો નથી. આ માટે તેમણે ઓથોરાઇઝ્ડ ડીલર પાસે રહેલા ટેસ્ટિંગ મશીન પર જ નિર્ભર રહેવું જોઈએ.

કંપની દ્વારા અધિકૃત મશીનથી જ માઈલેજ માપી શકાય: ગડકરી

મંત્રી ગડકરીએ સોમવારે એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વાત કહી હતી, જ્યાં એક મહિલા પત્રકારે દાવો કર્યો હતો કે સરકાર દ્વારા ફરજિયાત કરાયેલા E20 પેટ્રોલનો ઉપયોગ શરૂ કર્યા પછી તેમની કારનું માઇલેજ અચાનક ઘટી ગયું છે. ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામનો સતત બચાવ કરનારા નીતિન ગડકરીએ આ દલીલને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે, તમે અને હું માઇલેજ ચેક કરી શકતા નથી. કારનું સાચું માઇલેજ માત્ર કંપની દ્વારા અધિકૃત ડીલરના મશીનનો ઉપયોગ કરીને જ ચેક કરી શકાય છે.

આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે તેના થોડા દિવસો પહેલા જ ખુદ કેન્દ્ર સરકારે સ્વીકાર્યું હતું કે E20 પેટ્રોલના કારણે કેટલાક વાહનોમાં ઇંધણની બચત ઓછી થઈ શકે છે.