Entertainment

કપૂર પરિવારમાં લગ્નની ધૂમ: અંશુલા કપૂર અને રોહન ઠક્કરે લીધા ફેરા, મંડપમાં જાહ્નવી-ખુશીના વેડિંગ લુકે લૂંટી મહેફિલ

By GS Team
7 Jul 20262 mins read
TukuTouch Logo
બોની કપૂરના પરિવારમાં ખુશીનો માહોલ છે. તેમની મોટી દીકરી અંશુલા કપૂરે 6 જુલાઈએ બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે લગ્ન કર્યા. ધામધૂમથી યોજાયેલા આ લગ્નમાં જાહ્નવી અને ખુશી કપૂરે સાવકી બહેનો હોવા છતાં સગી બહેનોની જેમ ઉત્સાહભેર ભાગ લીધો. જાહ્નવીએ ફ્લોરલ ડિઝાઇનર લહેંગામાં અને ખુશીએ પેસ્ટલ ગ્રીન લહેંગામાં મહેફિલ લૂંટી. ત્રણેય બહેનોનો પ્રેમ ચાહકોનું દિલ જીતી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કપૂર પરિવારમાં લગ્નની ધૂમ: અંશુલા કપૂર અને રોહન ઠક્કરે લીધા ફેરા, મંડપમાં જાહ્નવી-ખુશીના વેડિંગ લુકે લૂંટી મહેફિલ

Anshula Kapoor Wedding: બોની કપૂરના પરિવારમાં આ સમયે ભારે ખુશીઓનો માહોલ જોવા મળી રહ્યો છે. બોની કપૂરની મોટી દીકરી અને અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગઈ છે. અંશુલાએ 6 જુલાઈએ તેના બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે સાત ફેરા ફરીને તેને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યો છે.

અંશુલાના લગ્ન ખૂબ જ ધામધૂમથી યોજાયા હતા, જેમાં સમગ્ર કપૂર પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો. જોકે, આ લગ્ન પ્રસંગે દુલ્હનની નાની બહેનો જાહ્નવી કપૂર અને ખુશી કપૂરે પોતાના દિલકશ અંદાજથી આખી મહેફિલ લૂંટી લીધી હતી.

arjun with siblngs.jpg

સાવકી બહેનો હોવા છતાં સગી બહેનો જેવો પ્રેમ

મોટી બહેન અંશુલાના લગ્નની તમામ વિધિઓમાં જાહ્નવી અને ખુશી કપૂરે અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાવકી બહેનો હોવા છતાં બંનેએ સગી બહેનોની જેમ દરેક જવાબદારી નિભાવી અને અંશુલાના લગ્નમાં આનંદપૂર્વક સામેલ થઈ હતી.

અંશુલાએ મંડપમાંથી લગ્નની એક સુંદર તસવીર પણ શેર કરી છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે જ્યારે રોહન અંશુલાની માંગમાં સિંદૂર ભરી રહ્યો હતો, ત્યારે તે ખાસ પળે જાહ્નવી અને ખુશી તેની સપોર્ટ સિસ્ટમ બનીને બાજુમાં જ ઊભી હતી. આ ત્રણેય બહેનો વચ્ચેનો અદ્ભુત પ્રેમ હાલમાં ચાહકોનું દિલ જીતી રહ્યો છે.

janhvi.jpg

જાહ્નવી અને ખુશીના લુકે ખેંચ્યું ધ્યાન

અંશુલા અને રોહનના લગ્નમાં દરેક ગેસ્ટનો લુક આકર્ષક હતો, પરંતુ ફ્લોરલ ડિઝાઇનર લહેંગામાં જાહ્નવી કપૂર સૌથી વધુ ધ્યાન ખેંચતી જોવા મળી હતી. તેણે લગ્નમાં પ્રખ્યાત ડિઝાઇનર અનામિકા ખન્નાનો કસ્ટમ હેન્ડ-એમ્બ્રોઇડર્ડ આઇવરી લહેંગા-ચોળી પહેર્યો હતો. તેના બ્લાઉઝ અને લહેંગા પર બીડ્સ અને જરીથી અત્યંત સુંદર ફ્લોરલ વર્ક કરવામાં આવ્યું હતું. આ લુક સાથે તેણે ગળામાં હેવી નેકલેસ અને મેચિંગ ઝુમકા પહેરીને પોતાનો લુક પૂર્ણ કર્યો હતો, જેમાં તે ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી.

Khushi.jpg

બીજી તરફ, ખુશી કપૂરે પણ બહેન અંશુલાના લગ્નમાં અનામિકા ખન્નાનો જ લાઇટ પેસ્ટલ ગ્રીન ડિઝાઇનર લહેંગો પસંદ કર્યો હતો. ખુશીના લહેંગા-ચોળી પર પણ ક્લાસી ફ્લોરલ એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી. તેણે પોતાના આ ટ્રેડિશનલ લુકને નેકલેસ, ઇયરરિંગ્સ, માંગટીકા, કંગન અને મેચિંગ પર્સ સાથે સ્ટાઇલ કર્યો હતો, જેમાં તે ખૂબ જ ફ્રેશ અને ગોર્જિયસ લાગતી હતી. ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને પસંદ કરાયેલા આ પેસ્ટલ રંગના ફ્લોરલ લહેંગામાં બંને બહેનોએ સમગ્ર લાઇમલાઇટ પોતાના નામે કરી લીધી હતી.

Merraige.jpg

દુલ્હન અંશુલાનો લુક પણ હતો આકર્ષક

નાની બહેનો ઉપરાંત દુલ્હન બનેલી અંશુલા પોતે પીચ કલરના લહેંગા-ચોળીમાં ખૂબ જ સુંદર લાગતી હતી. તેણે મલ્ટીલેયર નેકલેસ, માંગટીકા, ઝુમકા અને કંગન પહેરીને પોતાનો વેડિંગ લુક કમ્પ્લીટ કર્યો હતો. સોશિયલ મીડિયા પર આ કપૂર સિસ્ટર્સની તસવીરો અત્યારે ભારે વાયરલ થઈ રહી છે.