ક્યારેય નહીં ભૂલીએ : અલિ ખામેનેઈના અંતિમ સંસ્કારમાં ભારતનું પ્રતિનિધિ મંડળ જોડાતાં ઇરાને આભાર માન્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સોમવારથી શરૂ થતી ખામેનેઈની અંતિમયાત્રા સમયે બિહારના રાજ્યપાલ લેફ્ટ. જન. (રિ.) હસનૈની તથા જ.અને કા. નાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિ જોડાયા હતા
તહેરાન : ઇરાનના દિવંગત સુપ્રીમ લીડર આયાતુલ્લાહ સૈયદ અલિ ખામેનેઈની રાજકીય રીતે યોજાયેલી અંતિમ વિધિમાં સોએક જેટલા દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. તે પૈકી ભારતનું પ્રતિનિધિમંડળ ઘણું વિશાળ હતું. તેનું નેતૃત્વ બિહારના રાજ્યસભા લેફ્ટ. જન. (રિ.) સૈયદ આતા હુસનૈન વિદેશ રાજ્યમંત્રી પબિત્રા માગ્રેરિટા તથા જ. અને કા.નાં પૂર્વ મુખ્યમંત્રી તથા પી.ડી.પી.ના અધ્યક્ષા મહેબૂબા મુફ્તિ પણ જોડાયા હતા. તેઓએ પણ પ્રતિનિધિઓનું નેતૃત્વ સંભાળ્યું હતું. ઉપરાંત કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદ પણ હાજર રહ્યા હતા. ભારતના શીખ, ઇસાઈ, હિન્દુ, મુસ્લિમ અને ઇસાઈ ધર્મના નેતાઓએ ઇરાનના એ દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઠ ઉપર મુકેલા એક લંબાણ પૂર્વકના પોસ્ટમાં ઇરાનના દિલ્હીસ્થિત દૂતાવાસે ભારતીય સમુદાયને ધન્યવાદ આપ્યા હતા. લખ્યું 'ઇસ્લામિક રીપબ્લિક ઓફ ઇરાન, દોસ્તી, સંવેદના અને દિલથી અપાયેલાં સન્માનનાં આ મૈત્રીભર્યા પગલાંને કદી ભૂલી નહીં શકે.' ભારત સ્થિત યા દૂતાવાસે લખ્યું : ભારતની મિત્ર સરકાર અને ભારતની જનતાને દિલથી આભાર માને છે. વિશેષત: તો સત્તાવાર ભારતીય પ્રતિનિધિ મંડળનો આભાર માને છે કે જેઓને ભારત સરકાર અને ભારતની જનતા તરફથી આ અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી અને ઇસ્લામીક રિપબ્લિક ઓફ ઇરાનના શહીદ નેતા મહામહીમ આયાતુલ્લાહ સૈયદ અલિ ખામેનેઈને શ્રદ્ધાંજલિ અર્પી હતી.









