Entertainment

ધુરંધર-2ની સફળતાની અસર? 'ઓપરેશન સિંદૂર' પર ફિલ્મની જાહેરાત, જાણો કોણ છે ડાયરેક્ટર

By GS Team
26 Mar 20262 mins read
TukuTouch Logo
ધુરંધર-2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રણવીર સિંહ સ્ટારર આ ફિલ્મે વર્લ્ડવાઈડ 1000 કરોડનો બિઝનેસ કરી લીધો છે. હવે આ ફિલ્મની સફલતાની અસર બીજા મેકર્સ પર પણ નજર આવવા લાગી છે. હવે ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી અને પ્રોડ્યૂસર ભૂષણ કુમાર સાથે મળીને ફિલ્મ 'ઓપરેશન સિંદૂર' બનાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધુરંધર-2ની સફળતાની અસર? 'ઓપરેશન સિંદૂર' પર ફિલ્મની જાહેરાત, જાણો કોણ છે ડાયરેક્ટર

Film Operation Sindoor Announce:  ધુરંધર-2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રણવીર સિંહ સ્ટારર આ ફિલ્મે વર્લ્ડવાઈડ 1000 કરોડનો બિઝનેસ કરી લીધો છે. હવે આ ફિલ્મની સફલતાની અસર બીજા મેકર્સ પર પણ નજર આવવા લાગી છે. હવે ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી અને પ્રોડ્યૂસર ભૂષણ કુમાર સાથે મળીને ફિલ્મ 'ઓપરેશન સિંદૂર' બનાવશે.

'ઓપરેશન સિંદૂર' પર ફિલ્મની જાહેરાત

ફિલ્મ 'ઓપરેશન સિંદૂર'ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મને વિવેક અગ્નિહોત્રી ડાયરેક્ટ કરશે. ભૂષણ કુમાર આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યા છે. સત્તાવાર જાહેરાત કરતા મેકર્સે ફિલ્મ અંગે વિગતો શેર કરી છે. વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું કે આ ફિલ્મને લઈને મેં વ્યાપક રિસર્ચ કર્યું છે. જાણો વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ 'ઓપરેશન સિંદૂર' વિશે શું કહ્યું?


વિવેક અગ્નિહોત્રીએ શેર કરી માહિતી

પોતાની ફિલ્મને લઈને વિવેક અગ્નિહોત્રીએ ગુરુવારે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, ભૂષણ કુમાર અને મેં 'ઓપરેશન સિંદૂર' માટે હાથ મિલાવ્યો છે. આ એક એવી સ્ટોરી છે જેણે આપણા દેશમાં સુરક્ષાની વ્યાખ્યા જ બદલી નાખી. તેણે પાકિસ્તાનના પરમાણુ જૂઠાણાનો પર્દાફાશ કર્યો. આ ફિલ્મ લેફ્ટનન્ટ જનરલ કેજીએસ ટાઈની ધિલ્લોનના પુસ્તક ''ઓપરેશન સિંદૂર-ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઈન્ડિયાઝ ડીપ સ્ટ્રાઈક્સ ઇનસાઇડ પાકિસ્તાન'' પર આધારિત છે. 

વિવેક પોતાની પોસ્ટમાં વિવેક અગ્નિહોત્રીએ લખ્યું કે, 'આ સ્ટોરી પહલગામ આતંકવાદી હુમલા પછીની પરિસ્થિતિ પર આધારિત હશે. તેમાં ભારતીય સશસ્ત્ર દળોની વિવિધ શાખાઓના સમર્થનથી વ્યાપક ગ્રાઉન્ડ-લેવલ રિસર્ચ કર્યું છે. આ સ્ટોરી વાસ્તવિક છે. તેનો હેતુ માત્ર શોર મચાવવાનો નથી. અમે દુનિયાને તથ્યો અને સિનેમાના જાદુથી વાસ્તવિકતા બતાવવા માગીએ છીએ.'

આ પણ વાંચો: ઈરાનમાં યુદ્ધ વચ્ચે લેબેનોનમાં 'નવું ગાઝા' બનાવી રહ્યું છે ઈઝરાયલ? 1100 મોત, 12 લાખ બેઘર

ધુરંધર-2ની બોક્સ ઓફિસ પર ધૂમ

હાલમાં ધુરંધર-2 બોક્સ ઓફિસ પર તબાહી મચાવી રહી છે. ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 600 કરોડ અને વર્લ્ડવાઈડ 1000 કરોડનો બિઝનેસ કરી લીધો છે. ફિલ્મની આ સફળતાએ બોલિવૂડને ચોંકાવી દીધું છે. આ જ કારણ છે કે, હવે રિયલ ઘટનાઓથી પ્રેરિત એક્શન ફિલ્મોની ઘોષણા સાંભળવા મળી રહી છે.