Entertainment

સિદ્ધાર્થ અને કિયારા હવે બોક્સ ઓફિસ પર નહીં ટકરાય

By GS Team
10 Jul 20261 min read
TukuTouch Logo
સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફિલ્મ 'વી વન' હવે 28 ઓગસ્ટને બદલે 28 સપ્ટેમ્બરે રિલીઝ થશે. મુંબઈમાં બોક્સ ઓફિસ પર યશ-કિયારાની 'ટોક્સિક' અને શ્રદ્ધા કપૂરની 'ઇઠા' સાથેની ટક્કર ટાળવા આ નિર્ણય લેવાયો છે. બાલાજી ટેલિફિલ્મ્સની આ ફિલ્મમાં મનિષ પોલ, સુનીલ ગ્રોવર જેવા કલાકારો પણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિદ્ધાર્થ અને કિયારા હવે બોક્સ ઓફિસ પર નહીં ટકરાય

મુંબઈ : સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની જોડીની આગામી ફિલ્મ 'વી વન' જે ૨૮ ઓગસ્ટે રજૂ થવાની હતી તેને હવે એક મહિના પછી ૨૮ સપ્ટેમ્બરે રજૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
૨૬ઓગસ્ટે યશ તથા કિયારાની 'ટોક્સિકઃ એ ફેરી ટેલ ફોર ગ્રોન અપ્સ' અને ૨૮ ઓગસ્ટે શ્રદ્ધા કપૂરની 'ઇઠા' ફિલ્મ રજૂ થવાની હોઇ તેમની સાથે બોક્સ ઓફિસ પર ત્રિપાંખિયો જંગ ટાળવા માટે હવે 'વી વન' ફિલ્મની રજૂઆતને એક મહિનો પાછળ ઠેલવામાં આવી છે. આમ બોક્સ ઓફિસ પર પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા તથા પત્ની કિયારા અડવાણીની ટક્કર હવે ટળી ગઈ છે.
બાલાજી ટેલિફિલ્મ્સની આ ફિલ્મમાં મનિષ પોલ, સુનીલ ગ્રોવર, શ્વેતા તિવારી અને અનુપ સોની પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન દિપક કુમાર મિશ્રા અને અરૂણાભ કુમારે કર્યું છે.