અભ્યાસ છોડીને લગ્ન માટે દબાણ કરતા પરિવારના ત્રાસથી બે બહેનોએ ઘર છોડ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં એક યુવતી અને તેની બહેન ઘર છોડીને નીકળી જતાં એક પરિચિત વ્યક્તિ મારફતે સંસ્થાની મદદ લઇને બંને બહેનો અને પરિવારજનો વચ્ચે સમજાવટ કરાવવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ,પશ્રિમ વિસ્તારમાં રહેતી એક યુવતી અભ્યાસમાં તેજસ્વી હતી પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી નહિ હોવાથી આગળ અભ્યાસ કરાવાયો નહતો. આવી જ રીતે તેની બહેનને પણ આગળ ભણી શકી નહતી.
પરિવારજનો બંને બહેનોને લગ્ન કરી લેવા માટે આગ્રહ કરતા હતા.પરંતુ તેમને લગ્ન કરવાની ઉતાવળ નહતી.જેથી ઘરમાં કંકાસ થતો હતો અને મારઝૂડ પણ કરવામાં આવતી હોવાથી બંને બહેનો કંંટાળીને ઘરમાંથી નીકળી ગઇ હતી.
એક પરિચિતને આ બાબતે જાણ થતાં તેમણે બંને બહેનોને બચાવી લેવા અભયમની મદદ માગી હતી.જેથી બંને બહેનો જ્યાં હતી તે સ્થળે પહોંચેલી ટીમે બહેનોની વ્યથા સાંભળી આવું અવિચારી પગલું નહિ ભરવા સમજાવ્યું હતું.ત્યારબાદ ટીમે પરિવારજનોનું પણ કાઉન્સેલિંગ કરતાં તેમણે પોતાની ભૂલ કબૂલી હતી અને બંને બહેનોને પરત બોલાવી લીધી હતી.









