Sports

શ્રેયસ ઐય્યરે બ્રિસ્ટલ T20માં રચ્યો ઈતિહાસ: કોહલીની બરાબરી કરી, રોહિતને પછાડ્યો, હવે ધોનીનો ટાર્ગેટ!

By GS Team
9 Jul 20261 min read
TukuTouch Logo
ઈંગ્લેન્ડ સામે બ્રિસ્ટલમાં રમાઈ રહેલી ચોથી T20 મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ ઐય્યરે ટોસ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે સતત 6ઠ્ઠી વખત T20 ઈન્ટરનેશનલમાં ટોસ જીતીને વિરાટ કોહલીની બરાબરી કરી. હવે તે માત્ર મહેન્દ્ર સિંહ ધોનીના 7 ટોસ જીતના રેકોર્ડથી પાછળ છે. શ્રેયસ આગામી મેચમાં ટોસ જીતશે તો ધોનીના મહારેકોર્ડની બરાબરી કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

શ્રેયસ ઐય્યરે બ્રિસ્ટલ T20માં રચ્યો ઈતિહાસ: કોહલીની બરાબરી કરી, રોહિતને પછાડ્યો, હવે ધોનીનો ટાર્ગેટ!

Indian Cricket Team Toss Record Histroy : ઈંગ્લેન્ડ સામે બ્રિસ્ટલમાં રમાઈ રહેલી ચોથી T20 મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ ઐય્યરે ટોસ જીતતાની સાથે જ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે સતત 6ઠ્ઠી વખત T20 ઈન્ટરનેશનલમાં ટોસ જીતીને વિરાટ કોહલીની બરાબરી કરી લીધી છે. આ સાથે જ તેણે રોહિત શર્માના સતત 5 ટોસ જીતવાના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે. હવે આ યાદીમાં શ્રેયસ ઐય્યરથી આગળ માત્ર મહેન્દ્ર સિંહ ધોની છે. ધોનીએ મે 2010થી ફેબ્રુઆરી 2012 વચ્ચે સતત 7 T20 ઈન્ટરનેશનલ ટોસ જીત્યા હતા. જો શ્રેયસ આગામી મેચમાં પણ ટોસ જીતશે તો તે ધોનીના આ મહારેકોર્ડની બરાબરી કરી લેશે.

ભારત માટે સતત સૌથી વધુ ટોસ જીતનારા T20 કેપ્ટન
7 - મહેન્દ્ર સિંહ ધોની (મે 2010 - ફેબ્રુઆરી 2012)
6 - વિરાટ કોહલી (ઓગસ્ટ 2019 - ડિસેમ્બર 2019)
6 - શ્રેયસ ઐય્યર (જૂન 2026 - જુલાઈ 2026)
5 - રોહિત શર્મા (ફેબ્રુઆરી 2020 - ફેબ્રુઆરી 2022)
5 - મહેન્દ્ર સિંહ ધોની (સપ્ટેમ્બર 2007)