વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kavita Khanna On Vinod Khanna: બોલિવૂડના દિવંગત અને દિગ્ગજ અભિનેતા વિનોદ ખન્ના સતત ચર્ચામાં રહેતા હતા. પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહેનારા વિનોદ ખન્નાનું વર્ષ 2017માં નિધન થઈ ગયું હતું. બોલિવૂડમાં પોતાના કરિયરના પીક પર વિનોદ ખન્નાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી અંતર બનાવી લીધું હતું અને ઓશોના આશ્રમમાં જતા રહ્યા હતા. વિનોદ ખન્નાની બીજી પત્ની કવિતા ખન્નાએ ખુલાસો કર્યો છે કે, ઓશોના સાનિધ્યમાં રહેવા દરમિયાન વિનોદ નગ્ન અવસ્થામાં ધ્યાન કરતા હતા.
વિનોદ ખન્ના અને કવિતા ખન્નાની પ્રથમ મુલાકાત
વિનોદ ખન્નાના પત્ની કવિતા ખન્નાએ તાજેતરમાં જ પોતાની યુટ્યુબ ચેનલ પર એક વિડીયો અપલોડ કર્યો છે. તેમાં તેણે વિનોદ ખન્ના સાથેની પોતાની પ્રથમ મુલાકાત, સંન્યાસ અને આધ્યાત્મિકતા તરફ તેમના ઝુકાવ અંગે વાત કરી છે. પહેલી મુલાકાત અંગે કવિતાએ કહ્યું કે, અમે 1989માં વિનોદના ઘરે તેમની 43મી બર્થડે પાર્ટીમાં મળ્યા હતા. તે સાંજે મારી તેમની સાથે વાત નહોતી થઈ. પછી જ્યારે હું અને મારા મિત્રો જઈ રહ્યા હતા, ત્યારે વિનોદ અમને દરવાજા પર લિફ્ટ સુધી છોડવા આવ્યો હતો.
કેમ લીધો હતો સંન્યાસ?
કવિતાએ જણાવ્યું કે, 'વિનોદ શરૂઆતથી જ આધ્યાત્મિક સ્વભાવના હતા. જ્યારે વિનોદના પરિવારમાં બે વર્ષની અંદર સતત મૃત્યુ થતા ગયા અને જ્યારે તેમની માતાનું નિધન થઈ ગયું, ત્યારે તેઓ સંપૂર્ણપણે આધ્યાત્મિકતા તરફ વળી ચૂક્યા હતા અને આધ્યાત્મિક ગુરુ ઓશો પાસે જઈને સંન્યાસ લઈ લીધો. તેઓ ઓશોના ગાર્ડનર હતા. ઓશોનું ઘર ખૂબ જ પ્રાઈવેટ હતું, અને ત્યાં ખૂબ જ ઓછા લોકોને જવાની મંજૂરી હતી, પરંતુ જો તમે ગાર્ડનર હોવ, તો તમે ત્યાં રહી શકતા હતા. આ તેમની સેવા હતી.'
વિનોદ ખન્ના નગ્ન અવસ્થામાં ધ્યાન કરતા હતા
કવિતાએ વિનોદના નગ્ન અવસ્થામાં ધ્યાન કરવાનો પણ ખુલાસો કર્યો. તેણે ગિરગાંવ ચોપાટી ખાતે યોજાયેલા એક ન્યૂડ મેડિટેશન વિશે વાત કરતાં જણાવ્યું કે, 'જ્યારે તેઓ મુંબઈમાં રહેતા હતા, પુણે આશ્રમમાં જતા પહેલા પણ તેઓ ચોપાટી બીચ પર મેડિટેશન કરતા હતા. મુંબઈનો તે ચોપાટી બીચ ખૂબ જ ભીડવાળો બીચ છે. ત્યાં તમામ લોકો પોતાના કપડાં ઉતારી દેતા હતા અને નગ્ન થઈને એક સર્કલમાં બેસીને ધ્યાન કરતા હતા. મને ખબર છે કે વિનોદ ત્યાં કોઈ ફિઝિકલ પાર્ટ માટે નહોતા જતા. તેમની સફર સંપૂર્ણપણે આધ્યાત્મિક હતી, ખૂબ જ ઊંડી શ્રદ્ધા અને સમર્પણ સાથે.'
વર્ષ 2021માં વિનોદને ફેફસાના કેન્સરનું નિદાન થયું હતું, જે બાદમાં સારું થઈ ગયું હતું અને પછી 2010માં બ્લડ કેન્સર થયું. વિનોદના ફેફસાના કેન્સરના દિવસોને યાદ કરતાં કવિતાએ કહ્યું કે, 'જ્યારે તેઓ પોતાના વાર્ષિક ચેકઅપ માટે ગયા હતા ત્યારે ડોક્ટરોએ તેના ફેફસાં પર કેટલાક ધબ્બા જોયા હતા. તે દિવસમાં 40 થી 80 સિગારેટ પીતો હતો.'









