Astro

વાંચો તમારું 11 જુલાઈ 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
11 Jul 20261 min read
TukuTouch Logo
આજનું રાશિફળ મેષથી મીન રાશિના જાતકો માટે વિવિધ ભવિષ્યવાણીઓ લઈને આવ્યું છે. મેષ રાશિને કામમાં સાનુકૂળતા, વૃષભને રાજકીય મુલાકાત, જ્યારે મિથુનને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કર્કને પરદેશના કામમાં પ્રગતિ, સિંહને કામનો ઉકેલ અને કન્યાને બહારગામ જવાનો યોગ છે. તુલાએ શાંતિથી દિવસ પસાર કરવો, વૃશ્ચિકને અગત્યના કામમાં રાહત અને ધનને ખર્ચ-ખરીદી જણાય. મકરને સંતાનની ચિંતા ઓછી થશે, કુંભને નોકરી-ઘરની ચિંતા રહેશે, જ્યારે મીનને યશ-પદ-ધનમાં વધારો થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 11 જુલાઈ 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય. સામાજિક-વ્યવહારિક કામકાજ જણાય.
વૃષભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય - સરકારી કામ અંગે મુલાકાત થાય.
મિથુન : આપના કામકાજમાં કોઇને કોઇ રૂકાવટ- મુશ્કેલી રહ્યા કરે. નાણાકીય લેવડ-દેવડમાં આપે સાવધાની રાખવી પડે.
કર્ક : આપના કામમાં આકસ્મિક સરળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
સિંહ : દિવસના પ્રારંભથી જ આપ સતત કોઇ ને કોઇ કામમાં વ્યસ્ત રહો. કામનો ઉકેલ આવવાથી આનંદ જણાય.
કન્યા : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. જુના સ્વજન-સ્નેહી મિત્રવર્ગની મુલાકાતથી આનંદ અનુભવો.
તુલા : આપે તન- મન- ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં ઉતાવળ કરવી નહીં.
વૃશ્ચિક : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય.
ધન : આપના હરિફવર્ગ- ઇર્ષ્યા કરનારવર્ગ કામમાં મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
મકર : આપના રૂકાવટ- વિલંબમાં અટવાઇ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનની ચિંતા ઓછી થાય.
કુંભ : નોકરી-ધંધે જાવ તો ઘર- પરિવારની ચિંતા જણાય અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને રહ્યા કરે.
મીન : આપના યશ-પદ- ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. બઢતી- બદલીના કામમાં પ્રગતિ જણાય.

  • અગ્નિદત્ત પદમનાભ