ટાઇગરની ફિલ્મમાં રકુલ પ્રીત અને પ્રજ્ઞા જયસ્વાલની એન્ટ્રી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પ્રજ્ઞા છેલ્લે ડાકુ મહારાજ ફિલ્મમાં દેખાઇ હતી
રેમો ડિસોઝા નિર્દેશિત એક્શન ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર કરાયું નથી
મુંબઈ : મુંબઇમાં પહેલી ઓગસ્ટથી રેમો ડિસોઝા નિર્દેશિત એક્શન ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. આ ફિલ્મનો હીરો ટાઇગર શ્રોફ છે. ફિલ્મના ટાઇટલની હજી જાહેરાત કરવામાં આવી નથી. પણ ફિલ્મની હિરોઇન તરીકે રકુલ પ્રીત સિંહ અને અન્ય એક હિરોઇન પ્રજ્ઞા જયસ્વાલના નામ બહાર આવ્યા છે. એક્શન હીરો ટાઇગર શ્રોફની આ ફિલ્મનું નિર્માણ રોહન દીપ સિંહ વિશાલ ગુરનાની, નીરજ તિવારી અને વિકી જૈન દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલ ફિલ્મના શૂટિંગ માટેની તૈયારીઓ મુંબઇમાં ચાલી રહી છે.
રકુલ પ્રીત સિંહ ૨૦૨૫માં 'મેરે હસબન્ડ કી બીવી' અને 'દે દે પ્યાર દે ટુ' ફિલ્મોમાં જોવા મળી હતી.
જ્યારે પ્રજ્ઞાા જયસ્વાલ ૨૦૨૫માં 'ડાકુ મહારાજ' ફિલ્મમાં જોવા મળી હતી. રેમો ડિસોઝાના નિર્દેશનમાં ટાઇગર સામે હિન્દી ફિલ્મ કરવા મળતાં પ્રજ્ઞાાની કારકિર્દી ઉંચકાઇ જશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઇમાં શૂટિંગ કરવા માટે એક ભવ્ય સેટનું નિર્માણ પણ કરી દેવામાં આવ્યું છે. ટાઈગરની પાછલી મોટાભાગની ફિલ્મો સદંતર ફલોપ ગઈ હોવાથી તે આ એક્શન ફિલ્મ પર મદાર રાખી રહ્યો છે.









