Entertainment
વિજય દેવરકોંડા ફરી બોલિવુડ ફિલ્મમાં કામ કરે તેવી સંભાવના
By GS Team
31 May 20261 min read

મુંબઈ: રશ્મિકા મંદાનોનો પતિ અને સાઉથનો સ્ટાર વિજય દેવરકોંડા ફરી કોઈ બોલિવુડ ફિલ્મમાં કામ કરવાનો છે એવી અટકળો શરુ થઈ છે.
તાજેતરમાં મુંબઈમાં વિજય દેવરકોંડા એક પ્રોડકશન હાઉસની ઓફિસમાં મીટિંગ કરતો જોવા મળ્યો હતો. તે પરથી આ અફવા શરુ થઈ છે. આ જ પ્રોડક્શન હાઉસની ફિલ્મોમાં અગાઉ રશ્મિકા કામ કરી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે વિજય દેવરકોંડા અગાઉ કરણ જોહરની ફિલ્મ 'લાઈગર'માં કામ કરી ચૂક્યો છે. પરંતુ, આ ફિલ્મ નિષ્ફળ ગઈ હતી.
જોકે, હવે મોટાભાગની તેલુગુ ફિલ્મો સમગ્ર દેશમાં હિન્દીમાં પણ રીલિઝ થાય છે તે ધોરણે તેની આગામી ફિલ્મ 'રાણાબલી' પણ તેલુગુ સાથે હિન્દીમાં પણ રીલિઝ થવાની છે.









