સ્પેનમાં ઘૂસેલા 60 હજાર જેટલા મોરોકકન્સનું તાંડવ ઘરોમાં પરાણે ઘૂસી ગયા : ગાડીઓ સળગાવી દીધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અનેકો સેઉટામાં ઘૂસ્યા, અનેકો મેલિલામાં ઘૂસ્યા, આસપાસ કોહરામ મચાવ્યો : સેઉટામાં સડકો, પાર્ક, બધે જ તેમનો જમાવડો
નવી દિલ્હી : મહાન ચિત્રકાર સેલ્વેડોર ડાલીના દેશ હીસ્પાનિયા (સ્પેન)માં ઘૂસેલા ૬૦ હજારથી વધુ મોરોક્કને ઘૂસણખોરોએ તાંડવ મચાવી દીધું છે. ગઈકાલે રાત્રે ઘૂસી આવેલા આ ઘૂસણખોરો ઘરમાં તે ઘૂસી જાય છે, પરંતુ ખાવાપીવાની પણ દરેક ચીજવસ્તુઓ આરોગી જાય છે. સાથે પણ રાખે છે. અનેક લોકો સેઉટામાં ઘૂસ્યા છે, અનેક મોરોકકન્સ મેલિલામાં ઘૂસ્યા છે. તેઓએ સડકો અને પાર્કો ઉપર કબ્જો જમાવી દીધો છે. ગાડીઓ સળગાવી દીધી છે. તેઓ સમુદ્ર માર્ગે સ્પેનમાંથી ઘૂસી ગયા છે. તેઓની હોડીઓ પૈકી કેટલીક ડૂબી જતાં ૩૫થી વધુનાં મૃત્યુ થયાં છે. જે બચી ગયા તે બધા હિસ્પાનિયા (સ્પેન)માં પહોંચી ગયા છે. તેઓ એવી આશા રાખે છે કે સ્પેન તેમને નાગરિકતા આપશે પરંતુ તે આશા વ્યર્થ છે.
સ્પેન સરકારની મુશ્કેલી તે છે કે તાજેતરમાં જ મીડ્રીડ સ્થિત તેની સુપ્રીમ કોર્ટે તેઓ ચુકાદો આપ્યો છે કે સમુદ્ર માર્ગે કોઈ સ્પેનમાં આવે તો તેને તુર્ત જ તેના દેશમાં પાછા મોકલી શકાય નહીં, જો જમીન માર્ગે ઘૂસી આવે તો તેને પાછા મોકલી દઈ શકાય. સુપ્રીમ કોર્ટે માનવતાની દ્રષ્ટિએ આ ચૂકાદો આપ્યો છે.
સ્પેન યુરોપીય યુનિયનનું સભ્ય છે તેથી યુરોપીય સંઘના દેશો ટેન્શનમાં છે. કારણ કે જો સ્પેન તેઓને નાગરિકતા આપે તો પાસપોર્ટ કે વિઝા સિવાય જ તેઓ બીજા દેશોમાં જઈ શકે, આથી અન્ય યુરોપીય દેશો - ખાસ કરીને સ્પેનના પાડોશી દેશો ફ્રાંસ અને ઇટાલી તો ચિંતામાં પડી ગયા છે.
આ શરણાર્થીઓ જેમણે તેમના ઘરોના દરવાજા ખોલી નાખ્યા તેમના ઘરોમાં ઘૂસી બધું લૂંટવા લાગ્યા હતા, પરંતુ જેમણે દરવાજા ન ખોલ્યા તેમજ દરવાજા આ ઘૂસણખોરોએ તોડી નાખ્યા અને પછી ઘરોમાં ઘૂસી ગયા હતા. આ ઘૂસણખોરો પૈકી મોટાભાગના યુવાનો છે. તેઓ માર્ગો પર ઉતરી આવ્યા છે.
એવું પણ કહેવાય છે કે, સ્પેન પેલેસ્ટાઇન રાજ્યની તરફેણ કરતું હોવાથી અમેરિકા, ઈઝરાયલે સાજીશ રચી મોરોકકોમાંથી ૬૦ હજારથી વધુ લોકોને સ્પેનમાં ઘૂસાડી સ્પેન સરકારની ઊંઘ ઉડાડી દેવી.









