- આ ફિલ્મના એક મોટા હિસ્સાનું શૂટિંગ જાપાનમાં કરવામાં આવશે
મુંબઇ : ટાઇગર શ્રોફ આગામી ફિલ્મ વજ્ર સાથે નવી પ્રકારના એકશનની દુનિયામાં કદમ રાખશે. અભિનેતા રામ માધવાનીની ફિલ્મની તૈયારીમાં લાગી ગયો છે. હાલની માહિતી અનુસાર, વજ્ર ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ જાપાનમાં કરવામાં આવશે.આ ફિલ્મમાં વિવિધ જાપાની માર્શલ આર્ટસ શૈલીઓનો ઉપયોગ કરવામાંં આવશે. જેમાં જુત્સુ પણ સામેલ છે. આ એક તલવારબાજીની પારંપરિક કલા છે. જે ઐતિહાસિક રીતે સમુરાઇ અભ્યાસથી જોડાયેલી છે. ફિલ્મના ઘણ ાદ્રશ્યોમાં કરાટે અને જૂડોનો પણ સમાવેશ કરવામાં આવશે. આ માટે ટાઇગર શ્રોફને ખાસ તાલીમ લેવી પડશે.
એક રિપોર્ટના અનુસાર, આ ફિલ્મનું ૬૦ ટકા શૂટિંગ જાપાનમાં કરવામાં આવશે. જ્યારે શેષ ભાગનું શૂટિંગ મુંબઇમાં કરવામાં આવશે. જાપાનના વિવિધ શહેરોમાં ટાઇગર શ્રોફના શૂટિંગની તૈયારી કરવામાં આવી રહી છે. જેમાં સૌથી પહેલા ટોકયોમાં શૂટિંગ શરૂ કરવામાં આવશે.
આ ફિલ્મનું શૂટિંગની યોજના એપ્રિલ મહિના પછી કરવામાં આવશે. આ ફિલ્મમાં ટાઇગર એક અલગ જ અવતારમાં જોવા મળશે.


