ટાઇગર શ્રોફ રેમો ડિસોઝા સાથે એક્શન ફિલ્મ કરશે, ઓગસ્ટથી મુંબઇમાં શૂટિંગ શરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રામ માધવાનીની ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ કરશે
રેમો ડિસોઝા નિર્દેશિત એક્શન ફિલ્મના શૂટિંગ માટે મુંબઇમાં ભવ્ય સેટ બનાવી તૈયાર રખાયો છે
મુંબઈ : મુંબઇમાં પહેલી ઓગસ્ટથી રેમો ડિસોઝા નિર્દેશિત એક્શન ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. આ ફિલ્મનો હીરો ટાઇગર શ્રોફ છે.
એક્શન હીરો ટાઇગર શ્રોફની આ ફિલ્મનું નિર્માણ રોહન દીપ સિંહ વિશાલ ગુરનાની, નીરજ તિવારી અને વિકી જૈન દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલ ફિલ્મના શૂટિંગ માટેની તૈયારીઓ ચાલી રહી છે.
ફિલ્મનું ટાઇટલ અને અન્ય સ્ટારકાસ્ટની હજી જાહેરાત કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઇમાં શૂટિંગ કરવા માટે એક ભવ્ય સેટનું નિર્માણ પણ કરી દેવામાં આવ્યું છે. ચપળતા અને શારીરિક સૌષ્ઠવ માટે જાણીતા ટાઇગર શ્રોફની એક્શન ફિલ્મ રેમો ડિસોઝા નિર્દેશિત કરવાના છે. ટાઇગરે રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સની ફિલ્મ સિંઘમ અગેઇનમાં એસીપી સત્યા તરીકે ભૂમિકા ભજવી હતી.
ટાઇગર રામ માધવાનીની ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર મહિનાથી શરૂ કરવાનો છે. આ ઉપરાંત તે એક ઓર ફિલ્મ વિદ્યુત જામવાલ સાથે પણ શરૂ કરશે તેવી અટકળો ચાલી રહી છે.









