આલિયાની આલ્ફા સાવ બેકાર, સ્પાય યુનિવર્સની સૌથી નબળી ફિલ્મ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સોશિયલ મીડિયા પર દર્શકોએ ભારે ઝાટકણી કાઢી
જંગી બજેટ અને સ્ટાર્સનો ઝમેલો પણ સ્ટોરી, નિર્દેશન કે એક્શન કશામાં ઠેકાણાં નહિ
મુંબઈ : આલિયા ભટ્ટ, શર્વરી વાઘ, બોબી દેઓલ સહિતના કલાકારોની ફિલ્મ 'આલ્ફા' રીલિઝ થતાં જ દર્શકોએ તેને એક અવાજે વખોડી નાખી છે. સોશ્યલ મિડિયા પર આ ફિલ્મને સ્પાય યુનિવર્સની સૌથી નબળી ફિલ્મ ગણાવવામાં આવી છે.
ફિલ્મની સ્ટોરી, નિર્દેશન અને એક્ટિંગ કશું દર્શકોને જોવાલાયક લાગ્યું નથી.
કેટલાક દર્શકોએ આ ફિલ્મના એક્શન સીનની સરખામણી ભોજપુરી ફિલ્મના એક્શન સીન સાથે કરી નાંખી હતી. એક દર્શકે નારાજી વ્યક્ત કરતાં સવાલ કર્યો હતો કે યે હ્ય્િતિક રોશન કી ઇન્સલ્ટ કરવાને કે લિયે એક્શન બનાયા હૈ ક્યા? એક્શનના નામે દર્શકોની મજાક ઉડાવવામાં આવી છે.
ફિલ્મને એયુ સર્ટિફિકેટ મળ્યું હોઇ તેને સોળ વર્ષ કે તેથી વધારે ઉંમરના દર્શકો જથિયેટર્સમાં જોઇ શકે છે. આના કારણે પરિવાર સાથે ફિલ્મ જોવા જોનારા દર્શકો બાકાત થઇ ગયા છે.
લોકોને આશા હતી કે આલિયા અને શર્વરીની જોડી સ્પાય યુનિવર્સમાં નવો પ્રાણ ફૂંકશે પણ ફિલ્મ રીવ્યૂઝ જોતાં એવું લાગે છે કે ધરખમ બજેટ અને મોટી સ્ટારકાસ્ટ હોવા છતાં આ ફિલ્મ દર્શકોને રીઝવવામાં નિષ્ફળ ગઇ છે. આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ માટે આ ફિલ્મની નિષ્ફળતા મોટો આંચકો બની રહેશે.









