Entertainment

બાળકો વિના પણ ખુશખુશાલ છે આ સેલિબ્રિટી કપલ, એક્ટ્રેસે કહ્યું- 'મને માતા ન બનવાનો કોઈ અફસોસ નથી'

By GS Team
4 Jul 20263 mins read
TukuTouch Logo
જાણીતા અભિનેત્રી જયતિ ભાટિયાએ લગ્નના 34 વર્ષ બાદ પણ મા ન બનવા અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે વધતી વસ્તીની ચિંતાને કારણે આ નિર્ણય લીધો હતો. જયતિએ જણાવ્યું કે સંબંધો સુધારવા બાળક કરવું યોગ્ય નથી અને તેમને આ નિર્ણયનો કોઈ અફસોસ નથી. તેઓ પોતાના જીવનથી સંપૂર્ણ સંતુષ્ટ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાળકો વિના પણ ખુશખુશાલ છે આ સેલિબ્રિટી કપલ, એક્ટ્રેસે કહ્યું- 'મને માતા ન બનવાનો કોઈ અફસોસ નથી'

Jayati Bhatia on Motherhood: ટીવી ઇન્ડસ્ટ્રી અને ફિલ્મોના જાણીતા અભિનેત્રી જયતિ ભાટિયા આજે માત્ર તેમના શાનદાર અભિનય માટે જ નહીં, પરંતુ યુટ્યુબ પર વ્લોગિંગ દ્વારા ફેન્સ સાથે કનેક્ટ રહેવા માટે પણ લોકપ્રિય છે. સામાન્ય રીતે પોતાની પર્સનલ લાઈફ વિશે ઓછી વાત કરનારા જયતિ ભાટિયાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં પોતાના જીવનનો સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે લગ્નના આટલા વર્ષો બાદ પણ તેઓ શા માટે ક્યારેય મા ન બન્યાં અને કેમ આ નિર્ણય માટે તેમને કોઈ અફસોસ નથી.

વધતી વસ્તીના વિચારથી લીધો આ મોટો નિર્ણય

તેમણે આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં જયતિ ભાટિયાએ પોતાના આ અંગત નિર્ણય પાછળનું એક ખૂબ જ રસપ્રદ અને સામાજિક કારણ શેર કર્યું છે. તેમણે જણાવ્યું કે, વર્ષો પહેલાં તેઓ અખબારો અને ડોક્યુમેન્ટરીઝમાં દેશની વધતી જતી વસ્તી વિશે ઘણું વાંચતા અને જોતા હતા. તે સમયે તેમના મનમાં દેશની વસ્તીને લઈને ખૂબ જ ચિંતા થતી હતી.

જયતિ ભાટિયાએ જણાવ્યું કે:

“જ્યારે હું લોકો સાથે વાત કરતી ત્યારે વારંવાર સાંભળવા મળતું કે આપણા દેશના વિકાસમાં અને લોકોની પ્રગતિમાં સૌથી મોટો અવરોધ દેશની વધતી જતી વસ્તી છે. ત્યારે મેં વિચાર્યું કે જો હું દેશની વસ્તી વિશે આટલું ગંભીરતાથી વિચારતી હોઉં, તો મારે તેની શરૂઆત મારા પોતાનાથી જ કરવી જોઈએ. બસ, આ જ કારણે મેં નક્કી કર્યું કે હું દેશની વસ્તી વધારવામાં ભાગીદાર નહીં બનું અને આમ કરતાં કરતાં સમય પસાર થઈ ગયો.”

સંબંધ સુધારવા માટે બાળક કરવું યોગ્ય નથી: જયતિ

પોતાની વાત આગળ ધપાવતાં અભિનેત્રીએ એક કડવું સત્ય સ્વીકારતા કહ્યું કે, તેઓ એ વિચારધારામાં બિલકુલ માનતા નથી કે બાળક આવવાથી પતિ-પત્ની વચ્ચેના બધા પ્રશ્નો ઉકેલાઈ જાય છે. તેમણે સમાજમાં એવા ઘણા કપલ્સ જોયા છે જેમણે પોતાના બગડતા સંબંધોને સુધારવા માટે બાળક પેદા કર્યું, પરંતુ તેમ છતાં તેમનો સંબંધ સુધર્યો નહીં. પરિણામે, તેમણે માત્ર બાળક ખાતર જ આખી જિંદગી વિતાવવી પડે છે જે બંને માટે ખૂબ મુશ્કેલ બની જાય છે. ઘણીવાર બાળકો પાછળ લોકો પોતાનું અસ્તિત્વ જ ભૂલી જતા હોય છે.

કોઈ અફસોસ નથી, જીવનથી સંપૂર્ણ સંતુષ્ટ
જયતિ ભાટિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે,

"મને બાળક ન કરવાનો કોઈ અફસોસ નથી અને હું મારા આ નિર્ણયથી ખૂબ જ ખુશ છું. મારા મિત્રોના બાળકો છે જે મારું ખૂબ ધ્યાન રાખે છે. મેં તે બધાને હસતા-હસતા કહી રાખ્યું છે કે હું પણ તમારી જ ફેમિલીનો એક હિસ્સો છું."

1992માં થયા હતા લગ્ન

જયતિ ભાટિયાએ 12 માર્ચ, 1992ના રોજ થિયેટર આર્ટિસ્ટ કિરણ ભાટિયા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 34 વર્ષ વીતી ગયા હોવા છતાં આ કપલ વચ્ચે આજે પણ અદભુત બોન્ડિંગ જોવા મળે છે. સમાજમાં જ્યાં મહિલાઓ પર મા બનવા માટે સતત દબાણ કરવામાં આવે છે, ત્યાં જયતિ ભાટિયાની આ સકારાત્મક અને નીડર વિચારસરણી એવી અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે જેઓ પોતાની મરજીથી જીવવાનું પસંદ કરે છે.