Get The App

પબ્લિસિટી માટે ભૂતબંગલા છ દિવસ પાછી ઠેલવાનું ગતકડું

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
પબ્લિસિટી માટે ભૂતબંગલા  છ દિવસ પાછી ઠેલવાનું ગતકડું 1 - image

- અક્ષયની ફિલ્મ 10ને બદલે 16 એપ્રિલે આવશે

- છ દિવસના તફાવતમાં ફિલ્મના બિઝનેસ પ્રોસ્પેક્ટસમાં બહુ મોટો ફરક પડવાનો નથી

મુંબઇ : અક્ષય કુમારની 'ભૂત બંગલા'ની રીલિઝ છ દિવસ માટે પાછળ ઠેલવાની જાહેરાત કરાઈ છે. આ સંજોગોમાં આ કોઈ બિઝનેસલક્ષી નિર્ણય કરતાં પબ્લિસિટી માટે ગતકડું હોવાની  શક્યતા વધારે છે તેવી  ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ તા. ૧૦મી એપ્રિલને બદલે હવે તા. ૧૬મી એપ્રિલે રીલિઝ  થવાની છે. કારણ એવું અપાયું છે કે હજુ પણ રણવીરની 'ધુરંધર ટુ'  ટિકિટબારી પર ટંકશાળ પાડી રહી હોવાથી આ નિર્ણય લેવાયો છે. જોકે, ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર કોઈ ફિલ્મ એકાદ-બે મહિના પાછળ ખસે તો વિતરણની મજબૂરી તથા બિઝનેસની સંભાવનાઓની વાત સમજી શકાય છે. પરંતુ,  ફિલ્મ તા. ૧૦મી  એપ્રિલે રીલિઝ થાત તો બિઝનેસ ન મળત અને તા. ૧૬મીએ રીલિઝ થશે તો  પ્રેક્ષકો ઉમટી પડશે એ વાત બહુ તર્કસંગત લાગતી નથી. આ સંજોગોમાં રીલિઝ ડેટમાં ફેરફાર પણ હાલના સંજોગોમાં પબ્લિસિટીનું વધુ એક ગતકડું જ લાગી રહ્યું છે. અક્ષય કુમારની પાછલી કેટલીક ફિલ્મોનું પ્રદર્શન તેની રિલાયેબલ કમર્શિઅલ સ્ટાર તરીકેની ઈમેજને છાજે તેવું રહ્યું નથી. આ સંજોગોમાં ફિલ્મના પ્રચાર માટે શક્ય તમામ પ્રયાસ થઈ રહ્યા છે.