Get The App

કપિલના શૉ પર બોલાવીને સુનીલ પાલનું અપમાન કરાયું? જાણીતા કોમેડિયને આપ્યો જવાબ

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
કપિલના શૉ પર બોલાવીને સુનીલ પાલનું અપમાન કરાયું? જાણીતા કોમેડિયને આપ્યો જવાબ 1 - image


The Great Indian Kapil Show: નેટફ્લિક્સ પર પ્રસારિત થતા કપિલ શર્માના શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં તાજેતરમાં લૉફ્ટર ડે સ્પેશિયલ એપિસોડમાં ભારે ડ્રામા જોવા મળ્યો હતો. આ એપિસોડમાં ગેસ્ટ તરીકે જાણીતા યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા અને સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈના પહોંચ્યા હતા. જોકે, સૌથી વધુ ચર્ચા સુનીલ પાલના સરપ્રાઈઝ એન્ટ્રીની થઈ હતી.

શું હતો વિવાદ?

સુનીલ પાલ અને સમય રૈના વચ્ચે જૂનો વિવાદ છે. સુનીલ પાલે અગાઉ સમયને લઈને વિવાદિત નિવેદનો આપ્યા હતા. શો દરમિયાન પણ બંને વચ્ચે શાબ્દિક જંગ જોવા મળ્યો હતો. જ્યાં અંતે કપિલ અને સમય બંનેએ સુનીલ પાલને જોરદાર રોસ્ટ કર્યા હતા. સોશિયલ મીડિયા પર ફેન્સ એવું કહી રહ્યા હતા કે કપિલે સુનીલ પાલને માત્ર બેઈજ્જતી કરવા માટે જ બોલાવ્યા હતા.

આ પણ વાંચો : બંગાળના નવા CMનું નામ નક્કી! ભાજપ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાવશે, ઔપચારિક જાહેરાત બાકી

સુનીલ પાલે શું કહ્યું?

તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં સુનીલ પાલે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, મને કહેવામાં આવ્યું હતું કે ત્યાં સમય રૈના અને રણવીર હશે અને મારે ત્યાં જઈને મારું સ્ટેન્ડઅપ પરફોર્મન્સ આપવાનું છે. હું તે મુજબ જ તૈયારી કરીને ગયો હતો. કોમેડિયને આગળ જણાવ્યું કે, ત્યાં સ્ટેન્ડઅપ કોમેડી ન થઈ અને જે કંઈ પણ તમે ટીવી પર જોયું તે બધું જ અચાનક થયું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની સાથે છેતરપિંડી થઈ? ત્યારે તેમણે નમ્રતાથી કહ્યું, ના, હું તેને દગો નહીં કહું, પણ હા, જે વિચારીને હું ગયો હતો તે ત્યાં થયું નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે રોસ્ટિંગ એ શોનો એક હિસ્સો હતો અને તેમને આ વાતનું જરાય ખોટું લાગ્યું નથી. જો તેઓ ઈચ્છતા તો વળતો જવાબ આપી શક્યા હોત.