તેલુગુ એક્ટર અદિવિ સેશની ડેબ્યૂ હિન્દી ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ફિલ્મ મેજર અને ડકૈત દ્વારા દર્શકોમાં જાણીતો છે
મુંબઈ : મેજર અને ડકૈત ફિલ્મ દ્વારા દર્શકોમાં જાણીતો બનેલો તેલુગુ સ્ટાર અદિવિ સેશ હવે હિન્દી ફિલ્મ જગતમાં પ્રવેશી રહ્યો છે. તેની આગામી હિન્દી ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર મહિનાથી શરૂ કરવામાં આવશે. આ ફ્લ્મિમાં અદિવિ સેશ ઉપરાંત એક બીજો સ્ટાર તથા હિરોઇન પણ હશે. ફિલ્મમેકર્સ સપ્ટેમ્બરમાં પ્રિ-પ્રોડકશનનું કામ શરૂ કરશે. ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર મહિનાથી શરૂ કરવામાં આવશે. ફિલ્મનું ટાઇટલ અને નિર્દેશકના નામની જાહેરાત કરવામાં આવી નથી. આ બાબતે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.
અદિવિ સેશની આગામી ફિલ્મ ગુડાચારી ટુ વિનય કુમાર શ્રીગીનિધિ દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી અને વામિકા ગબ્બી મહત્વની ભૂમિકામાં દેખાશે.
આ ફિલ્મમાં અદિવિ સેશ એજન્ટ ગોપીની ભૂમિકામાં જોવા મળશે.









