Entertainment

તબુનું છ વર્ષ પછી સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પુનરાગમન

By GS Team
22 Mar 20261 min read
તબુનું છ વર્ષ પછી સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પુનરાગમન

- સ્લમડોગ, 33 ટેમ્પલ રોડ નામની થ્રીલરમાં દેખાશે     

- પુરી જગન્નાથની ફિલ્મમાં વિજય સેતુપતિ સાથે સ્ક્રીન શેર કરશે

મુંબઈ: તબુ છ વર્ષ પછી ફરી સાઉથની ફિલ્મમાં પુનરાગમન કરી રહી છે. તેણે 'સ્લમડોગ, ૩૩ ટેમ્પલ રોડ' નામની ફિલ્મ સ્વીકારી છે. આ ફિલ્મમાં તે વિજય સેતુપતિ સાથે સ્ક્રીન શેર કરવાની છે. સાઉથના જાણીતા ફિલ્મ  સર્જક પુરી જગન્નાથ આ ફિલ્મ બનાવી રહ્યા છે. તબુ છેલ્લે ૨૦૨૦માં એક તેલુગુ ફિલ્મમાં દેખાઈ હતી. ઉલ્લેખનીય છે કે તબુ મૂળ હૈદરાબાદની છે અને તે તેલુગુ બહુ સહજતાથી બોલી શકે છે. તે અગાઉ પણ અનેક તેલુગુ ફિલ્મો કરી ચૂકી છે. આ ફિલ્મમાં તબુની કો  સ્ટાર સંયુક્તાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે  તબુ ફિલ્મના સેટ પર સાથી કલાકારો તથા ક્રૂ સાથે તેલુગુમાં જ વાત કરે છે.