World

'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી...', ઈરાન પર ભડક્યા ટ્રમ્પ, દુનિયાના ધબકારા વધ્યાં

By GS Team
8 Jul 20261 min read
TukuTouch Logo
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીના અંકારામાં NATO સમિટ દરમિયાન ઈરાન પર ફરી આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે તેઓ ઈરાન સાથે કોઈ નવી ડીલ કરવા માંગતા નથી, કારણ કે તેમના મતે હવે સમજૂતીનો દોર સમાપ્ત થઈ ગયો છે. ટ્રમ્પે ઈરાની લોકોને 'બીમાર લોકો' ગણાવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી...', ઈરાન પર ભડક્યા ટ્રમ્પ, દુનિયાના ધબકારા વધ્યાં

Trump's Fresh Outburst on Iran: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને લઈને ભડકાઉ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ ઈરાન સાથે કોઈ પણ પ્રકારની નવી ડીલ કરવા માંગતા નથી અને તેમના મતે ઈરાન સાથે સમજૂતીનો દોર હવે પૂરો થઈ ચૂક્યો છે.

'તેઓ બીમાર લોકો છે': ટ્રમ્પનું નિવેદન

તુર્કીના અંકારામાં ચાલી રહેલી NATO સમિટ દરમિયાન મીડિયા સાથે વાત કરતાં ટ્રમ્પે ઈરાની લોકો વિશે કહ્યું, 'તેઓ બીમાર લોકો છે. હું તેમની સાથે કોઈ ડીલ કરવા માંગતો નથી. મને લાગે છે કે ઈરાન સાથે સમજૂતીનો દોર હવે ખતમ થઈ ચૂક્યો છે.'

ઈરાન ઉપરાંત NATO, ગ્રીનલેન્ડ અને સ્પેનને પણ લપેટમાં લીધા

ટ્રમ્પે ઈરાન ઉપરાંત નાટો, ગ્રીનલેન્ડ અને સ્પેનને લઈને પણ તીખી ટિપ્પણીઓ કરી છે. તેમણે કહ્યું કે ઈરાન સાથે કોઈ નવી સમજૂતીની તેમની કોઈ ઈચ્છા નથી અને તેમના મતે આ મુદ્દો હવે ખતમ થઈ ચૂક્યો છે.

અમેરિકા-ઈરાન વચ્ચે લાંબા સમયથી તણાવ, પરમાણુ કાર્યક્રમ મુદ્દે મતભેદ યથાવત્

ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાનના સંબંધોમાં લાંબા સમયથી તણાવ છવાયેલો છે અને બંને દેશો વચ્ચે પરમાણુ કાર્યક્રમ સહિતના અનેક મુદ્દે મતભેદ યથાવત્ છે. તેમના આ નિવેદનને ઈરાન પ્રત્યે અમેરિકી વલણ વધુ સખ્ત બનવાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.