World

પાકિસ્તાનનાં પ્લેનનું રહસ્ય ઘૂંટાતું જાય છે : 14 કલાકથી લાપત્તા : સેના શોધ ચલાવે છે

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનનું બોઇંગ 737 કાર્ગો પ્લેન 4 ક્રૂ મેમ્બર સાથે અરબી સમુદ્ર પરથી 14 કલાકથી ગુમ છે. કરાંચી નજીક K-2 એરબેઝનું આ વિમાન બલુચિસ્તાનના ઓરમારા પાસે ગુમ થયું હોવાની આશંકા છે. પાકિસ્તાને નૌસેના અને વાયુસેના દ્વારા મોટા પાયે શોધખોળ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનનાં પ્લેનનું રહસ્ય ઘૂંટાતું જાય છે : 14 કલાકથી લાપત્તા : સેના શોધ ચલાવે છે

પાકિસ્તાનનું કાર્ગો પ્લેન બોઇંગ 737, 14 કલાકથી ગુમ છે, 4 ક્રૂ સાથેનું એ વિમાન અરબી સમુદ્ર પરથી અચાનક ગુમ થઇ ગયું
કરાંચી : પાકિસ્તાનનું કાર્ગો પ્લેન બોઇંગ ૭૩૭ લાંબા સમયથી ગૂમ છે. હજી સુધી તેનો કોઈ પત્તો નથી લાગ્યો. આશંકા તેવી રહી છે કે પાંચ ક્રૂ મેમ્બર સાથેનું એ વિમાન પડી ભાંગ્યું હશે. જો કે હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નથી. આ સાથે તે ગૂમ થયેલાં વિમાનનું રહસ્ય ઘૂંટાતું જાય છે. એર ટ્રાફિક કન્ટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયા પછી ૧૪ કલાક સુધી વિમાનનો પત્તો લાગ્યો નથી. પાકિસ્તાને નૌ સેના અને વાયુ સેનાની મદદ લીધી છે. છેલ્લી માહિતી પ્રમાણે તે વિમાન અરબી સમુદ્ર ઉપરથી ઊડી રહ્યું છે. તેપછી તેનો કોઈ પત્તો નથી.
કે-૨ એરબેઝનું આ કાર્ગો પ્લેન, અરબી સમુદ્રમાં જ તૂટી પડયું હશે. જો કે તે વિષે કોઈ સત્તાવાળા પુષ્ટિ મળી નથી. મીડીયા રીપોર્ટ પ્રમાણે તે વિમાન બલુચિસ્તાનના ઓરમારા પાસે ગૂમ થયું હતું. તેમાં કુલ પાંચ ક્રૂ મેમ્બર્સ હતા. પરંતુ હજી સુધી તેમનો સંપર્ક સાધી શકાયો નથી.
પાકિસ્તાને મોટા પાયે શોધ શરૂ કરી દીધી છે. તેમાં સૈન્ય અને કેટલીયે એજન્સીઓને સામેલ કરી છે. નૌ-સેનાની ફ્રીગેટ પી.એન.એસ. ઝૂલ્ફીકાર તે સ્થળે મોકલવામાં આવી છે કે જ્યાંથી તેનો એટીએસ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. વાયુસેનાનાં વિમાનો પણ તે વિસ્તારમાં શોધ ચલાવી રહ્યાં છે. સાથે એક મર્ચન્ટ શિપ પણ મોકલવામાં આવ્યું છે.
આ ઘટનાથી વિશેષજ્ઞાો પણ દિગ્મૂઢ બની ગયા છે. એવિએશન એક્ષપર્ટ ઇમરાન અસ્લમે કહ્યું હતું કે મને હજી તે સમજાતું નથી કે વિમાન ગ્લાઇડ કરવાને બદલે નીચે કઇ રીતે આવી ગયું હશે ?
એરપોર્ટ ઓથોરીટીઝે કહ્યું હતું કે વિમાને નીચે જતાં પહેલાં થોડા સમયે જ જણાવ્યું હતું કે તેની નેવીગેશન સીસ્ટીમમાં તકલીફ ઊભી થઇ છે. જો કે આ વિમાન ૨૦૧૮માં રજીસ્ટર થયેલી કે-૨, એરબેઝનું ૨૭ વર્ષ જૂનું વિમાન હતું. તે અનેક કંપનીઓનો કાર્ગો લઇ જતું હતું. બ્લુમબર્ગના રીપોર્ટ પ્રમાણે પી.આઈ.એ.નું પણ એક વિમાન, ૨૦૨૦માં ક્રેશ થયું હતું તેમાં ૯૭ યાત્રીઓ માર્યા ગયા હતા.