World

ખામેનેઈના અંતિમ સંસ્કારથી 13 દેશો દૂર રહ્યા : આમંત્રણનો પણ જવાબ આપ્યો નહીં

By GS Team
6 Jul 20262 mins read
TukuTouch Logo
ઇરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ સૈયદ અલિ ખોમેનીના 6 દિવસીય જનાજા કાર્યક્રમમાં 100 દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે. જોકે, 13 દેશો આમંત્રણ છતાં ગેરહાજર રહેશે. ઇરાની મીડિયાનો દાવો છે કે, અમેરિકાના દબાણને કારણે પૂર્વ યુરોપના 3, આફ્રિકાના 5, ગલ્ફના 2 અને પૂર્વ એશિયાના 2 દેશો આ કાર્યક્રમથી દૂર રહ્યા છે. વોશિંગ્ટને વિદેશી ભાગીદારી રોકવા અભિયાન ચલાવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

ખામેનેઈના અંતિમ સંસ્કારથી 13 દેશો દૂર રહ્યા : આમંત્રણનો પણ જવાબ આપ્યો નહીં

ઇરાની મીડિયાનો દાવો છે કે : આ પાછળ અમેરિકાનો હાથ છે : ન આવનારા દેશોમાં પૂર્વ યુરોપના ૩, આફ્રિકાના પાંચ, ગલ્ફના બે આરબ દેશો અને પૂર્વ એશિયાના બે દેશો છે
તહેરાન : ઇરાનના જન્નત નશીન સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ સૈયદ અલિ ખોમેનીના જનાજાનો કાર્યક્રમ ૪ થી ૯ જુલાઈ તેમ ૬ દિવસ સુધી યોજાઈ રહ્યો છે. તેઓનો પાર્થિવ દેહ તહેરાન, કોમ, મશરદ (ઇરાન) તથા નજફ-કરવવા (ઇરાક)નાં મુખ્ય ધાર્મિક સ્થળોએથી પસાર થઇ છેલ્લે આયાતુલ્લાહનાં જન્મ સ્થળ મશરદમાં ૯ જુલાઈએ દફનાવવામાં આવશે.
તેવામાં જાણવા મળ્યું છે કે આ કાર્યક્રમમાં દુનિયાભરના ૧૦૦ દેશોના પ્રતિનિધિઓ તો હાજર રહેવાના જ છે. પરંતુ ૧૩ જેટલા દેશો આમંત્રણ મળ્યું હોવા છતાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના નથી.
ઇરાની મીડીયાનો દાવો છે કે, તે પાછળ અમેરિકાનો હાથ છે. તે દેશો અમેરિકાના દબાણ નીચે હોવાથી જનાજામાં હાજર રહી નહીં શકે.
ઇરાનનાં એક આધારભૂત સૂત્રનો હવાલો આપતાં ઇરાનની અર્ધ-સરકારી ન્યૂઝ એજન્સી તસ્નીએ જણાવ્યું છે કે, અંતિમ સંસ્કારનાં જુલુસ પહેલા એક સપ્તાહથી વોશિંગ્ટને કથિત રીતે એક રાજ્ય અભિયાન શરૂ કર્યું હતું. તેમાં વિદેશ મંત્રી રૂબિયો અને દુનિયાના દેશોમાં રહેલા અમેરિકાના રાજદૂતો પણ સામેલ હતા. તેમનો હેતુ આ કાર્યક્રમમાં વિદેશી ભાગીદારી રોકવાનો હતો. પરંતુ તેમાં તેઓ બહુ સફળ તો ન થયા, છતાં પૂર્વ યુરોપના ૩, આફ્રિકાના પાંચ, ગલ્ફ પૈકી બે, જેવા બહુમતી દેશો છે. તેમજ પૂર્વ એશિયાના પણ બે દેશો પણ ખામેનેઇના અંતિમ સંસ્કારમાં હાજર રહેવાના નથી.
ઇરાનના પ્રવકતાએ જણાવ્યું હતું કે, આ દેશોને ધમકાવીને વોશિંગ્ટને અમારા મહાન નેતાના અંતિમ સંસ્કારથી દૂર રહેવા દબાણ કર્યું હતું.