Entertainment

સુઝેન ખાને ઋત્વિક રોશન સાથે છુટાછેડા બાદ 400 કરોડ એલિમની માંગી હતી? જાણો બહેને શું કહ્યું

By GS Team
3 Jul 20263 mins read
TukuTouch Logo
ઋતિક રોશન અને સુઝેન ખાનના છૂટાછેડામાં 400 કરોડની એલિમનીની વાત ખોટી હોવાનું સુઝેનની બહેન ફરાહ ખાને જણાવ્યું છે. યુટ્યુબ ચેનલના ઇન્ટરવ્યુમાં ફરાહે કહ્યું કે, સુઝેને કંઈ જ લીધું નથી. તે 'ગોલ્ડ ડિગર' નથી, પરંતુ એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે. ઋતિક અને સુઝેન 2013માં અલગ થયા હતા, છતાં આજે પણ તેઓ સારા મિત્રો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુઝેન ખાને ઋત્વિક રોશન સાથે છુટાછેડા બાદ 400 કરોડ એલિમની માંગી હતી? જાણો બહેને શું કહ્યું

Hrithik roshan And Sussanne Khan: ઋતિક રોશન અને સુઝેન ખાન બોલિવૂડના પોપ્યુલર કપલ્સમાંથી એક રહ્યા છે, જેમણે પોતાના 15 વર્ષના લગ્નજીવનનો અંત લાવવાના નિર્ણયથી ચાહકોને મોટો ઝટકો આપ્યો હતો. બીજી તરફ કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, સુઝેન ખાને છૂટાછેડા માટે ઋતિક રોશન પાસે 400 કરોડ રૂપિયાની એલિમેની માગી હતી. જોકે, હવે સુઝેન ખાનની બહેન અને જ્વેલરી ડિઝાઈનર ફરાહ ખાન અલીએ આ અહેવાલોને અફવા ગણાવ્યા છે અને કહ્યું છે કે સુઝેન ખાન 'ગોલ્ડ ડિગર' નથી. એટલું જ નહીં તેણે એ પણ કહ્યું કે, તે એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે અને ખૂબ જ એલિગેન્ટ છે.

સુઝેન ખાનની બહેનનો મોટો ખુલાસો

એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ફરાહ ખાને સુઝેન ખાન અને ઋતિક રોશનના છૂટાછેડા વિશે કહ્યું કે, 'બધા હેરાન રહી હતા. ઘણો હોબાળો થયો હતો. લોકોના તેમની પર્સનલ લાઈફને લઈને અનેક પ્રકારના મંતવ્યો હતા, પરંતુ મને લાગે છે કે બંનેએ તેને ખૂબ જ સારી રીતે સંભાળ્યું હતું. બધું શાંતિથી થયું. હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે, ક્યારેય 400 કરોડની એલિમનીની વાત નથી થઈ. જ્યારે હું ઓનલાઈન લોકોને એ કહેતા જોઉં છું કે 400 કરોડ આપવામાં આવ્યા અને સુઝાન વધુ અમીર બની ગઈ, ત્યારે મને ખૂબ જ ખરાબ લાગે છે. મારો મતલબ છે કે, તે સંપૂર્ણ જૂઠાણું છે. મારી પ્રિય બહેને કંઈ નથી લીધું.'

400 કરોડની એલિમનીના અહેવાલો ખોટા

તેણે આગળ કહ્યું કે, અમે એવા પરિવાર અને એવી માતાના સંતાનો છીએ, જેમણે અમને શીખવ્યું છે કે ભૌતિક વસ્તુઓ મહત્વની નથી, પરંતુ સંબંધો વધુ મહત્વપૂર્ણ છે. આ જ કારણે મારી બહેને કંઈ જ નથી લીધું. અને આ જ કારણ છે કે, એક્સ-હસબન્ડ ઋતિક અને તેના પૂર્વ સાસુ-સસરા પિંકી અને રાકેશ રોશન સાથેના સંબંધો ખૂબ જ શાનદાર છે. તેઓ તેને ખૂબ જ પ્રેમ કરે છે. મને લાગે છે કે સુઝેને ખૂબ જ ગરિમાપૂર્ણ વર્તન કર્યું છે. તે 'ગોલ્ડ ડિગર' નથી, તે ખૂબ જ શાલીન છે અને એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે. ઋતિક પણ એક શાનદાર માણસ છે. તેમના લગ્ન ભલે લાંબા ન ચાલ્યા, પરંતુ મીડિયા સામે પોતાના લગ્નજીવનનો તમાશો બનાવવાની કોઈ જરૂર નથી હોતી. આ છૂટાછેડામાં કોઈ એલિમની નહોતી. આ અહેવાલો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે.

ફરાહ ખાને આગળ જણાવ્યું કે, મેં સુઝેનને આ ખોટા અહેવાલોનું ખંડન કરવા માટે કહ્યું હતું, પરંતુ સુઝેને દર વખતે ના પાડી દીધી હતી. મેં તેને પૂછ્યું હતું કે તું આ બધી વાતોનો ઈનકાર કેમ નથી કરતી? ત્યારે તેણે કહ્યું હતું કે, લોકો મારા વિશે શું વિચારે છે તેની મને કોઈ પરવા નથી. મને લાગે છે કે અમે બધા આ જ સ્વભાવના છીએ. મારે જે કરવું છે તે હું કરું છું. જ્યાં સુધી તમે મારા જીવનમાં કોઈ વેલ્યૂ નથી લાવતા, ત્યાં સુધી હું જે કંઈ પણ કરું તેનાથી તમને કોઈ ફરક ન પડવો જોઈએ અને તમે મારા વિશે શું વિચારો છો તેનાથી મને પણ કોઈ ફરક ન પડવો જોઈએ.

ઋતિક રોશન અને સુઝેન પરસ્પર સહમતિથી અલગ થયા હતા

ઋતિક રોશન અને સુઝેન ખાન બાળપણના મિત્રો હતા અને ડિસેમ્બર 2000માં બંનેએ લગ્ન કર્યા હતા. આ લગ્નના થોડા મહિનાઓ પહેલા જ ઋતિક રોશને ફિલ્મ 'કહો ના પ્યાર હૈ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ કપલના બે પુત્રો છે - રેહાન રોશનનો જન્મ 2006માં અને નાના પુત્ર ઋદાન રોશનનો જન્મ 2008માં થયો હતો. કપલ વર્ષ 2013માં પરસ્પર સહમતિથી અલગ થઈ ગયું હતું. જોકે, છૂટાછેડા બાદ પણ આજે બંને સારા મિત્રો છે અને અવારનવાર બાળકો સાથે સમય વિતાવતા જોવા મળે છે.