પાણીગેટ બાવામાનપુરામાં હિંસક હુમલો ઃ ત્રણ ઘાયલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પાણીગેટ બાવામાનપુરામાં પોલીસનો બાતમીદાર હોવાની શંકા રાખી મળસ્કે સાડા ત્રણ વાગ્યે મારામારી થઇ હતી. જેમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, પાણીગેટ બાવામાનપુરામાં રહેતો સાજીદ પઠાણ પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખી આસિફ તથા તેના ભાણેજ મુખ્તીયાર તેના ઘરે પહોંચી ગયા હતા. તેઓ સાજીદને મારે તે પહેલા જ સાજીદના બનેવી કમરૃદ્દીન ફકરૃદ્દીન શેખ વચ્ચે આવી જતા તેમના પર છરી વડે હુમલો કરવામાં આવતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા. તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે સામા પક્ષે સયાજી હોસ્પિટલમાં સારવાર લેવા માટે ગયેલા રહીશાબેન શેખ, ઇબ્રાહિમ શેખે એવી કેફિયત રજૂ કરી હતી કે, સાજીદ તથા અન્ય વ્યક્તિઓેએ તલવાર અને પાઇપ વડે હુમલો કર્યો છે.









