Entertainment

હું કલાકાર છું, નેતા નહીં : કોકરોચ પાર્ટી અંગે વાત કરવા દિલજીતનો ઈનકાર

By GS Team
3 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈ: દિલજીત દોસાંજે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં સ્પષ્ટતા કરી. દિલ્હીના જંતરમંતર ખાતે થયેલા દેખાવોમાં શા માટે ભાગ ન લીધો તેવા ચાહકના સવાલ પર તેણે કહ્યું કે, "મને આવા દેખાવો અને રાજકારણથી દૂર રાખો. હું કલાકાર છું, રાજકારણી નહીં. મારું નામ ઘણીવાર ઘસડવામાં આવે છે, પણ મને આ દેખાવોની જાણ નહોતી. હું મારી ઓરા ટૂર 2026ની તૈયારીઓમાં વ્યસ્ત હતો."

Summarized by AI; it may make mistakes. Check important info

હું કલાકાર છું, નેતા નહીં : કોકરોચ પાર્ટી અંગે વાત કરવા દિલજીતનો ઈનકાર

મને આ પ્રકારના દેખાવોથી દૂર રાખો
મારું નામ ઘણી વખત આવી ચર્ચાઓમાં ઘસેડવામાં આવે છે, મને આ દેખાવોની કશી ખબર નથી
મુંબઈ : દિલજીત દોસાંજે તાજેતરમાં તેના ચાહકો સાથે ઇન્સ્ટાના લાઇવ સેશનમાં ઘણી વાતો દિલ ખોલીને કરી હતી. જેમાં તેને એક ચાહકે દિલ્હીના જંતરમંતર ખાતે યોજાયેલાં જનતા ક્રોકોચ પાર્ટીના દેખાવોમાં તે શા માટે સામેલ ન થયો તેવો સવાલ કર્યો હતો. આ સવાલનો જવાબ આપતાં દિલજિતે જણાવ્યું હતું કે બ્રો મને આ દેખાવો અને આ ટાઇપની ચીજોથી દૂર રાખો. હું એક કળાકાર છું. હું રાજકારણી નથી.
દિલજીતે દુનિયા કેવી છે તે બાબતે વધારે ફોડ પાડતાં ચાહકોને જણાવ્યું હતું કે પરફેક્શન હાંસલ કરવું અસંભવ છે અને અસંમતિ એ જીવનનું અવિભાજ્ય અંગ છે. આ દુનિયામાં બધું બરાબર કદી ન હોઇ શકે. દિલજીતે ઉમેર્યું હતું કે મારું નામ ઘણીવાર આવી ચર્ચાઓમાં ઘસડવામાં આવે છે આમ છતાં હું તેમાં સામેલ દરેક જણનું સારુંં ઇચ્છું છું. મને આ દેખાવોની કોઇ ખબર નહોતી. હું એ સમયે મારી ઓરા ટુર ૨૦૨૬ની તૈયારીઓમાં વ્યસ્ત હતો. દરમ્યાન દિલજીત હાલ તેની ઓરા ટુરમાં વ્યસ્ત છે અને તે દુનિયાભરમાં તેના ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે.